🔥 TRENDING காரைக்குடி தேசிய நெடுஞ்சாலையில் வாகன வ... વેરાવળ બસ સ્ટેશન માં ની શુલક આંખની તપ... NHAI signs MoU with SSNNL to fast‑trac... Navrachana University’s Dr Gaurav Para... Madhya Pradesh HC says agency can't be... BJP's Hemant Sankhla Elected Deputy Ma...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા LCB દ્વારા તલોદ નજીકથી રૂ. ૨૦.૮૦ લાખનો વિદેશી દારૂ અને ફોર્ચ્યુનર કાર ઝડપી
Crime

સાબરકાંઠા LCB દ્વારા તલોદ નજીકથી રૂ. ૨૦.૮૦ લાખનો વિદેશી દારૂ અને ફોર્ચ્યુનર કાર ઝડપી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 04 Aug 2026, 05:40 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા LCB ની ટીમે તલોદ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૧૨૦ બોટલ/ટીન અને એક ફોર્ચ્યુનર કાર મળી કુલ રૂ. ૨૦,૮૦,૦૧૫/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સાબરકાંઠા LCB ની ટીમે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો અને એક ફોર્ચ્યુનર કાર સાથે કુલ રૂ. ૨૦,૮૦,૦૧૫/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે ૩૧૨૦ બોટલ/ટીન દારૂ જેની કિંમત રૂ. ૧૦,૪૦,૦૧૫/- અને ૧૦,૦૦,૦૦૦/- ની ફોર્ચ્યુનર કાર કબજે કરી છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલની સૂચના બાદ LCB દ્વારા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. LCB ઇન્સ્પેક્ટર શ્રી ડી.સી.સાકરીયાના માર્ગદર્શન હેઠળ LCB ટીમે પ્રોહી મુદ્દામાલ અંગે વોચ ગોઠવી હતી.

બાતમી હકીકત આધારે, LCB ટીમે પુંસરી ગામની સીમમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી નંબર GJ.27.BL.5970 ને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ૮૦ પેટીઓ, જેમાં કુલ ૩૧૨૦ બોટલ/ટીન (૭૯૨ લિટર) નો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૧૦,૪૦,૦૧૫/- થાય છે. આ ઉપરાંત રૂ. ૧૦,૦૦,૦૦૦/- ની ફોર્ચ્યુનર કાર અને રૂ. ૫૦,૦૦૦/- ના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૦,૯૦,૦૧૫/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે ગાડી ચાલક સમદરસીંગ નંદુસીંગ રાજપુત (રહે. બિકાનેર, રાજસ્થાન) અને હેમેન્દ્ર દેવીલાલ પટેલ (રહે. ઉદેપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યા છે. તેમની વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, દારૂ મોકલનાર રાજસ્થાનના શંકરલાલ અમરાજી પટેલ, માલ ભરી આપનાર અને અમદાવાદમાં માલ લેનાર વ્યક્તિઓ પોલીસ પકડથી દૂર છે, જેમને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App