🔥 TRENDING રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ બિરસા મું... રાજ્યમંત્રીએ પોશીના વિસ્તારમાં ત્રણ દિ... પાટણમાં SMC ની કાર્યવાહી: રૂ. 18.31 લા... काशी में ककरमत्ता पोखरी का पुनरुद्धार:... Uttarakhand High Court Dismisses Ex‑Ar... Mauritius Appointed Vice‑Chair of IORA...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા LCB દ્વારા મરતોલી ચેહરમાતા મંદિરમાં થયેલ ચોરીનો ગુન્હો ડિટેક્ટ, બે મહિલાઓને 2.54 લાખના મુદામાલ સાથે પકડી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Nov 2026, 04:54 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લામાં સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિરમાંથી થયેલ ચોરીનો અનડિટેક્ટ ગુન્હો લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિટેક્ટ કરાયો છે. બે મહિલા આરોપીઓને સોનાની રણી અને રોકડ રૂપિયા મળી કુલ 2,54,500 રૂપિયાના મુદામાલ સાથે પકડી લેવાયા છે..

મહેસાણામાં-:
ઘરફોડ અને ચોરીના ગુનાઓને અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (મહેસાણા) દ્વારા સુચના આપવામાં આવી હતી. આ સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયા દ્વારા ચોરીની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો પર વોચ રાખી બાતમી મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી..

મરતોલી ચેહરમાતા મંદિરમાં દર્શનાર્થીના પર્સમાંથી સોનાની કંઠી અને રોકડ રકમની ચોરી થઈ હતી.હ્યુમન ઇન્ટેલિજન્સ અને સી.સી.ટી.વી.ફુટેજના આધારે બે મહિલાઓની ઓળખ કરવામાં આવી હતી.પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજી અને મનુજી ફતેસિંહ દ્વારા મળેલ ખાનગી બાતમીના આધારે મહેસાણા દુધસાગર ડેરી આગળથી આ બે મહિલાઓને પકડી લેવાયા હતા. સઘન પુછપરછ દરમિયાન આરોપીઓએ એક માસ પહેલા મરતોલી ખાતેથી આ ચોરી કરેલી હોવાની કબુલાત કરી હતી.આરોપીઓ પાસેથી સોનાની રણી (વજન 25 ગ્રામ, કિંમત 2,50,000 રૂપિયા) અને રોકડ રૂપિયા 4,500/- મળી કુલ કિંમત 2,54,500/-નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી મહિલાઓમાં લતાબેન (વાઇફ ઓફ કિશનભાઈ બચુભાઈ) અને ચંપાબેન (વાઇફ ઓફ દિનેશભાઈ વરસંગભાઈ) સામે સાંથલ પોલીસ સ્ટેશન પાર્ટ એ માં ગુન્હો રજીસ્ટર નંબર 11206061260303/26 મુજબ BNS કલમ 303(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે..

લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા દ્વારા આ ગુન્હો ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી છે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં અનિરુદ્ધ એમ કામળીયા પોલીસ ઇન્સ્પેક્ટર,જોરાજી કડવાજી પોલીસ કોન્સ્ટેબલ,એ ડી કાકરેચા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,મનુજી ફતેસીંહ પોલીસ કોન્સ્ટેબલ,પિયુષકુમાર નગીનભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,રાજેશજી ચુનાજી પોલીસ કોન્સ્ટેબલ,વિશ્વનાથસીંહ પ્રતાપસીંહ પોલીસ કોન્સ્ટેબલ,અક્ષયસીંહ વખતસીંહ પોલીસ કોન્સ્ટેબલ,વિજયકુમાર દેવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ,મેઘાબેન જયેશકુમાર વુમેન પોલીસ કોન્સ્ટેબલ સમાવેશ થાય છે.આગળની વધુ તપાસ સાંથલ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.
📲Get App