🔥 ट्रेंडिंग Canada: ਗੁਰਦੁਆਰਾ ਸਾਹਿਬ ਬਰੁੱਕਸਾਈਡ ਵਿਖੇ... बनारस रेल इंजन कारखाने में स्कूटी डिवा... हैरी पॉटर टीवी सीरीज़ 2026 में हॉरक्रक... दिल्ली में पाकिस्तानी ड्रामा 'दर-ए-निज... ओएम बॉक्स ऑफिस: फिल्म ने 100 करोड़ का... रामायण ने दिन 21 पर पुश्पा 2 को पीछे छ...
26 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા LCBએ હિંમતનગરમાં વિદેશી દારૂની બુટલેગિંગ અટકાવી

✍️ रिपोर्टर: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 26 नव. 2026, 10:27 AM 👁 27
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફેદ ટોયોટા ફોર્ચ્યુનર કારમાંથી ₹24,12,239/- મૂલ્યનું વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યું.

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સફેદ કલરની ટોયોટા ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી કુલ ₹24,12,239/- નો મુદ્દામાલ કબજે કર્યો.

ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલની સૂચના મુજબ, LCBના ઇન્ચાર્જ પી.આઈ. એસ.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. એ.એસ.આઈ. ભાવિનકુમાર અને હેડ કોન્સ્ટેબલ ચિરાગકુમારને ગાંભોઈ તરફથી મળેલી બાતમી અનુસાર, GJ-12-DS-0025 નંબરની સફેદ ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહી હતી.

પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અને શંકાસ્પદ કારને રોકી. તપાસમાં જાણવા મળ્યું કે કારમાં વિવિધ પ્રકારના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો હતો, જેનું કુલ મૂલ્ય ₹24,12,239/- હતું.

આ ઓપરેશનથી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવાયું અને સ્થાનિક સ્તરે વિદેશી દારૂના પ્રવાહને રોકવામાં સફળતા મળી.
📲Get App