🔥 TRENDING નવાં નીરની આવક દિવાળી અને નૂતન વર્ષ ૨૦૨૬: ૧૬૩ લિંબાયત... Nationwide Natural Birthing Walk Takes... NDTV Releases Petrol Rates for Shillon... Tripura CM Reaffirms Commitment to Emp... India Saves $16.46 Billion as Gold Imp...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ડોટાવાડા નજીક LCB ની મોટી કાર્યવાહી, સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 22 Nov 2026, 08:01 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર, NEED24 NEWS માં આપનું સ્વાગત છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૂ લાવવાનો કથિત પ્રયાસ નિષ્ફળ બન્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, 21 નવેમ્બરના રોજ મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી સફેદ રંગની સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતરામપુર તરફ લાવવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે પંચો સાથે ડોટાવાડા ગામ નજીક વોચ ગોઠવી હતી. રાત્રિના આશરે પોણા અગિયાર વાગ્યે બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, કારની પાછળના ભાગે તપાસ કરતાં ખાખી રંગના બોક્સમાંથી તથા છૂટક રીતે વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પંચોની હાજરીમાં ગણતરી કરતાં કિંગફિશર બીયરના પાંચસો એમએલના બાણું ટીન અને કાઉન્ટી ક્લબ વ્હિસ્કીની એકસો એંસી એમએલની પંચાણું બોટલો મળી આવી હતી. આમ કુલ એકસો સિત્યાશી નંગ, અંદાજિત ત્રેસઠ પોઈન્ટ એક શૂન્ય શૂન્ય લિટર જથ્થો મળી આવ્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે, જેની અંદાજિત કિંમત ઓગણત્રીસ હજાર છસો પિસ્તાલીસ રૂપિયા આંકવામાં આવી છે.

આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી સ્વીફ્ટ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ બે લાખ ચોત્રીસ હજાર છસો પિસ્તાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. દારૂના જથ્થામાંથી જરૂરી નમૂનાઓ તપાસ અર્થે સીલ કરવામાં આવ્યા છે.

પોલીસ ફરિયાદમાં નોંધાયા મુજબ, પકડાયેલા વાહનચાલકે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જથ્થો રાજસ્થાનના આનંદપુરી ખાતેથી ભરવામાં આવ્યો હોવાનું અને આ જથ્થો પાદેડી ગામના એક વ્યક્તિએ મંગાવ્યો હોવાનું જણાવ્યું હોવાનો ઉલ્લેખ છે. આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આવા જ વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહો, NEED24 NEWS સાથે. નમસ્કાર.
📲Get App