🔥 TRENDING पटना के गोलघर मंडल में श्री श्री दुर्ग... મોરિયા હાઈવે પર રિક્ષા-ઈકો કાર વચ્ચે ભ... सुल्तानपुर में दुर्गा पूजा पंडाल में अ... गौशाला में गाय की मौत, प्रबंधन पर उठे... नवगछिया में लोजपा (रामविलास) के नेताओं... हनुमानगढ़: 132 KV GSS में शटडाउन के का...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા LCB દ્વારા સાંગણપુર નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો અને ગાડી સાથે એક ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Oct 2026, 07:20 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ ડામવા LCB સક્રિય બની છે.લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારના સાંગણપુર નજીકથી વિદેશી દારૂની ૧૩૯૭ બોટલ અને ટીન અને એક કાર સાથે કુલ રૂ.૬.૪૯ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે..

મહેસાણામાં-:
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિર્દેશોના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સક્રિય બની છે.LCB મહેસાણા દ્વારા લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સાંગણપુર ગામ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.આ કાર્યવાહીમાં કુલ ૧૩૯૭ બોટલ અને ટીન મળી આવ્યા છે, જેની કિંમત રૂપિયા ૩,૭૯,૨૩૬ થાય છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર LCB મહેસાણાના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે સાંગણપુર ગામના માઘુસિંહ રાજુભા જાડેજા પોતાની માલિકીની મારુતિ સ્વીફ્ટ ગાડી (નંબર GJ.02.DP.3914)માં તેમજ સાંગણપુરથી કોચવા રોડ પર આવેલા પોતાના ખેતરમાં આવેલા મકાનમાં ગેરકાયદે રીતે વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરી રહ્યા છે.આ બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી..

બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં પોલીસને માઘુસિંહ રાજુભા જાડેજા પોતાના કબજા ભોગવટાની ગાડી અને મકાનમાંથી કુલ ૧૩૯૭ બોટલ/ટીન (લગભગ ૫૫૯૪૭ લિટર) વિદેશી દારૂ સાથે મળી આવ્યા હતા. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત મારુતિ સ્વીફ્ટ ગાડી (કિંમત રૂ. ૨,૫૦,૦૦૦) અને બે મોબાઇલ ફોન (કિંમત રૂ. ૨૦,૦૦૦) મળી કુલ રૂપિયા ૬,૪૯,૨૩૬ ના મુદ્દામાલ સાથે આરોપી માઘુસિંહ રાજુભા જાડેજાને ઝડપી લીધો હતો.આરોપી વિરુદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસે દારૂના જથ્થા,ગાડી અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૬,૪૯,૨૩૬ નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ રેઇડ દરમિયાન LCB સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કરી હતી..

પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને વોન્ટેડ આરોપી ડામોર સુનીલ (રહે. ખેરવાડા)ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ નામ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ.એમ.કામળીયા,પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર દેવજીભાઈ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી.કાકરેચા,પોલીસ કોન્સ્ટેબલ મનુજી ફતેસીંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કિરણજી ઉગાજી,પોલીસ કોન્સ્ટેબલ રાજેશજી ચુનાજી,પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસીંહ વખતસીંહ,પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજી.
📲Get App