🔥 TRENDING શામળાજી નજીક સાબરણ ગામમાં દીપડાનો આતંક... शिवांशु मिश्रा न्यायालय से सजा, फिर भी स्कूल में ड्यू... ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભક્ત... नाबालिक बालिका के साथ छेड़छाड़ करने वाले... पिंक समाधान दिवस में डीएम ने दिखाई संव...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બાબરા ચોરી કેસનો એક વર્ષથી ફરાર આરોપી પોરબંદરથી LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા ઝડપાયો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 17 Oct 2026, 11:42 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપીને અમરેલી LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડે પોરબંદરથી દબોચી લીધો છે.

અમરેલી LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરીને બાબરા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી સંજય ઉર્ફે સી જે મનુ વાઘેલાને પોરબંદર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે.

આરોપી સંજય ઉર્ફે સી જે મનુ વાઘેલા સામે બાબરા તાલુકાના નાની કુંડળ ગામે મકાનના તાળા તોડી સોનાના દાગીના અને રોકડની ચોરી કરવાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તેની સંડોવણી ખુલ્યા બાદ તે પોલીસની પકડથી દૂર હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપી સંજય ઉર્ફે સી જે મનુ વાઘેલા સામે અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલમાં, તેને બાબરા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App