Crime
મહેસાણા LCB દ્વારા ઉંઝામાંથી ચોરાઉ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો,એક ગુનો ઉકેલાયો..
મહેસાણા જિલ્લા LCB પોલીસે ઉંઝા ટાઉનમાંથી ચોરીની મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક ચોરીનો ગુનો પણ ઉકેલ્યો છે..
મહેસાણામાં-:
નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર ચોરીની ઘટનાઓને અટકાવવા અને આવા ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ સૂચનાઓના પગલે LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) મહેસાણાની ટીમો દ્વારા ઉંઝા,વિસનગર અને વિજાપુર જેવા શહેરોમાં પાર્કિંગ સ્થળો પર વોચ ગોઠવવામાં આવી હતી.તે દરમિયાન LCB ટીમના હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર ડાહ્યાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સચિનકુમાર શિવરામભાઈને બાતમી મળી હતી કે ઉંઝા માનબાઈ માતાજી મંદિર પાસે એક ઈસમ નંબર પ્લેટ વગરની સિલ્વર અને કાળા કલરની હીરો સ્પ્લેન્ડર બાઈક સાથે શંકાસ્પદ રીતે ઉભો છે.આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હસમુખજી બાદરજી ગલબાજી ઠાકોર (ઉંમર ૩૦, રહે.રણછોડપુરા, મોહનપુરા પરા, તા.ઉંઝા, જી.મહેસાણા) ને ઝડપી પાડ્યો..
પોલીસે ઝડપાયેલા ઈસમ પાસેથી હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ (ચેસીસ નંબર MBLHAW115N5H07053,એન્જિન નંબર HA11EVNSH52130) કબજે કરી હતી.ચેસીસ અને એન્જિન નંબરના આધારે તપાસ કરતાં, મોટર સાયકલનો RTO રજીસ્ટર નંબર GJ.24.AR.1991 હોવાનું જણાઈ આવ્યું.વધુ પૂછપરછ કરતાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આ મોટર સાયકલ લગભગ એક મહિના પહેલા દાસજ ગામ નજીકથી ચોરી કરી હતી.આ ગુનો ઉંઝા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૮(૨) હેઠળ નોંધાયેલો હતો.ચોરીની મોટર સાયકલ સાથે ઝડપાયેલા આરોપી હસમુખજી બાદરજી ગલબાજી ઠાકોરને ઉંઝા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.પોલીસે આરોપી પાસેથી રૂ.૧૫,૦૦૦ ની કિંમતની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ કબજે કરી ઉકેલાયેલા ગુના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.