🔥 ट्रेंडिंग Karnataka Government Cancels Eight Ben... Anna Seve mobile app rolled out statew... Karnataka declares 7 more taluks droug... બનાસકાંઠા: અંબાજી મંદિરમાં ચોથા નોરતે... रामलीला चंदे के पैसों को लेकर चली गोली... उत्तर प्रदेश 2026-27 छात्रवृत्ति: नवीन...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બનાસકાંઠા LCB દ્વારા રૂ. ૬.૭૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો,ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 14 अक्टू. 2026, 01:36 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા LCB ટીમે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૩૯૧ બોટલો સાથે એક સ્વીફ્ટ કાર ઝડપી પાડી છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો..

બનાસકાંઠામાં-:
દારૂબંધીને કડક બનાવવા અને સરહદી રાજ્યોમાંથી થતી દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક બનાસકાંઠા પ્રશાંત સુંબેના નિર્દેશોના પગલે એલ.સી.બી.બનાસકાંઠા દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સૂચનાઓના આધારે, એલ.સી.બી. પાલનપુરની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં નાકાબંધી અને પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું.આજરોજ એલ.સી.બી. ટીમને મળેલી બાતમીના આધારે, ખિંમત ગામની સીમમાં ચાર રસ્તા પાસે નાકાબંધી દરમિયાન એક સ્વીફ્ટ ગાડી (નંબર GJ.08.FA.3703) અને તેને પાયલોટિંગ કરતી એક અલ્ટો કાર (નંબર GJ.01.KS.9602) ને રોકવાનો પ્રયાસ કરાયો હતો..

જોકે, બંને ગાડીઓના ચાલકોએ ગાડીઓ રોકવાને બદલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પીછો કરતાં, ખિમત-વાછડાલ હાઇવે રોડ પર પાંચ પીપીળા ગામના પાટીયા પાસે સ્વીફ્ટ ગાડીના ચાલક નરપતસિંહ દલપતસિંહ સોલંકી અને તેની બાજુમાં બેઠેલ અલ્પેશસિંહ દશરથસિંહ સોલંકી (બંને રહે.ખિંમત, તા.ધાનેરા) ગાડી મૂકીને નાસી છૂટ્યા હતા. અલ્ટો કાર પાયલોટિંગ કરીને આગળ નીકળી ગઈ હતી.પકડાયેલ સ્વીફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૧૩૯૧ બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. ૩,૫૦,૧૯૩/- થાય છે. આ ઉપરાંત, સ્વીફ્ટ ગાડી (કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/-) અને બે મોબાઈલ ફોન (કિંમત રૂ. ૨૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૬,૭૦,૧૯૩/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ દારૂનો જથ્થો રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. અલ્ટો કારમાં પાયલોટિંગ કરનાર મંગલસિંહ પૃથ્વીરાજસિંહ સોલંકી (રહે.ખિંમત, તા.ધાનેરા) અને તેની સાથેના અજાણ્યા ચાર ઈસમો, તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સુરવાણસિંહ મેરૂસિંહ વાઘેલા (રહે.ઘાડા, તા.ડીસા) સામે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.જાડેજા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ.ગઢવી,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મુકેશભાઈ ડાહ્યાભાઈ,પોલીસ કોન્સ્ટેબલ કાનસિંહ બળવંતસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરજણાજી સ્વરૂપાજી,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયસિંહ સોમસિંહ,હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ શંકરલાલ,પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણકુમાર ભીમાજી,પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર શાંતિલાલ.
📲Get App