🔥 TRENDING USA Today Invites Readers to Step Insi... Guwahati Girl Missing Since Sept 30 Fo... Raja Shabir Khan Aims to Show Kashmir... India Today Lists Modi’s Ten Decisions... Entries Open for 2026 National Handwri... Gujarat Plastic Units Hit by Raw Mater...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેસાણા LCB ની મોટી કાર્યવાહી:

✍️ Reporter: Palakbhai Patel 🗓 08 Oct 2026, 02:48 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા LCB ની મોટી કાર્યવાહી:

મહેસાણા LCB ની મોટી કાર્યવાહી: ઉનાવાના રામનગરમાંથી પીકઅપ ડાલામાં બનાવેલ ચોર ખાનામાંથી ૬.૮૩ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, કુલ ૯.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાથી મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા માટે એલ.સી.બી. (LCB) ટીમને સૂચના આપવામાં આવી હતી. જેના આધારે એલ.સી.બી. પોલીસ ઈન્સપેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલિંગમાં હતી.

દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર એ.એમ. કામળીયાને ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી મળી હતી કે, ઉનાવા ગામે મામુશાહ દરગાહની પાછળ રહેતો ઠાકોર મિતેશજી લેબુજી નામના ઇસમે ઉનાવા ગામના રામનગર વિસ્તારમાં પોતાના કબજા ભોગવટાનું અશોક લેલન કંપનીનું પીકઅપ ડાલું મૂકેલું છે. આ ડાલાના પાછળના ભાગે ખાસ ચોર ખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે સંતાડી રાખ્યો છે.
બાતમીના આધારે PSI એ.ડી. કાકરેચા અને LCB સ્ટાફના માણસોએ પંચો સાથે સદરી જગ્યાએ પ્રોહી. રેડ કરી હતી. તપાસ દરમિયાન પીકઅપ ડાલામાં અંદરની સાઈડે બોડી કામ કરાવી નવી પતરાની પ્લેટો મારી ચોર ખાનું બનાવેલું મળી આવ્યું હતું. આ પતરાની પ્લેટો બહાર કાઢી તપાસ કરતા તેમાંથી પ્રીમિયમ બ્રાન્ડની વિદેશી દારૂની કૂલ ૧૭૮ સીલબંધ બોટલો (૧૧૦.૭ લીટર) મળી આવી હતી.

કામગીરી કરનાર ટીમ:
આ કામગીરી PI એ.એમ. કામળીયા, PSI એ.ડી. કાકરેચા, ASI પિયુષકુમાર, તેમજ પોલીસ કોન્સ્ટેબલ મૌલિકકુમાર, વિજયકુમાર, સંજયસિંહ, જોરાજી, રાજેશજી અને ડ્રાઈવર PC જીગ્નેશભાઈ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App