🔥 ट्रेंडिंग क्रांतिक भईया यांच्यासह अनेक जणांचा शि... ନାବାଳିକା ଦୁଷ୍କର୍ମ ମାମଲାରେ ୩୨ ବର୍ଷୀୟ ରତ... DGP ଚୟନ ବିବାଦ: ଶୁଣାଣି ଶେଷ, ରାୟ ସଂରକ୍ଷି... ହାଟରେ ମହିଳାଙ୍କ ଅଶ୍ଲୀଳ ଭିଡିଓ ଉତ୍ତୋଳନ କର... ପୁରୀରେ ପୁଣି ଖଜା ଭାଟିରେ ଚଢ଼ାଉ; ୪ କ୍ୱିଣ୍... मनकापुर विधानसभा क्षेत्र में बाढ़ पीड़...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બોટાદ LCBએ તુરખા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી, રૂ. ૧.૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે, બે ઝડપાયા

✍️ रिपोर्टर: MORI GAMBHIRSINH 🗓 30 सित. 2026, 11:28 AM 👁 17
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોટાદ LCBની ટીમે તુરખા ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પોલીસે રૂ. ૧,૧૧,૩૯૦થી વધુનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર છે.

રાજ્ય સરકારની સૂચનાઓ અને બોટાદ જિલ્લામાં દારૂની પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તુરખા ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે કુલ રૂ. ૧,૧૧,૩૯૦નો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને ઝડપી પાડયા હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.

ભાવનગર રેન્જના આઈ.જી.પી. રાજેન્દ્ર અસારી સાહેબ તથા બોટાલ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ બોટાદ LCBના પોલીસ ઈન્સ્પેક્ટર જી.એમ. પાવરાની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે તુરખા ગામે ધોળીયાની દર્શક તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવામાં આવતી હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર દરોડો પાડતા દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી.

દરોડા દરમિયાન પોલીસે અશોકભાઈ મધુભાઈ બોરસાણીયા (ઉંમર ૨૮, ધંધો મજૂરી, રહે. નડાળા ગામ, તા. સાયલા) અને વિજયભાઈ મનુભાઈ બોરસાણીયા (ઉંમર ૩૦, ધંધો મજૂરી, રહે. નડાળા ગામ, તા. સાયલા) ને ઝડપી પાડ્યા હતા. જયારે આ પ્રકરણમાં હરપાલભાઈ પ્રવીણભાઈ ભાંભાળા (રહે. બોટાદ, તા.જી. બોટાદ) નામના આરોપીને પોલીસે ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસની કાર્યવાહીમાં દેશી દારૂ ગાળવા માટેનો ૧,૬૫૦ લીટર આથો (કિંમત રૂ. ૪૧,૨૫૦), તૈયાર ૩૫૦ લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૭૦,૦૦૦) તેમજ દારૂની ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવાતી સાધનસામગ્રી (કિંમત રૂ. ૧૪૦) મળી આવી હતી. આમ પોલીસે કુલ રૂ. ૧,૧૧,૩૯૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી અંગે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ફરાર આરોપીની શોધખોળ સહિત દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App