🔥 ट्रेंडिंग ભરૂચ: જંબુસરના દહેગામ ગામે તંત્ર દ્વાર... जस्टवॉच ने उजागर किया पाँच आश्चर्यजनक... सर्पत्ता परम्परा 2 की शूटिंग शुरू, आर्... आईटी ने राकुल प्रीत सिंह, वशु भांगनानी... निटि आयोग ने उत्तर-पूर्व की स्वदेशी ज्... मणिपुर के सामान्य रसोई जड़ी‑बूटी से मि...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રાજસ્થાનના નાસતા ફરતા આરોપી ઝબ્બે..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 28 सित. 2026, 01:38 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા LCB ટીમે ગાંધીનગરના માણસા વિસ્તારમાં આઠ વર્ષ અગાઉ થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ સાથે જ, ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના 'બીજુડા ગેંગ'ના એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે..

સાબરકાંઠા LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીના ભાગરૂપે LCB ટીમે ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ વર્ષ અગાઉ થયેલ ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે.આ ઉપરાંત ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજ્યના 'બીજુડા ગેંગ'ના એક આરોપીને પણ સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.

પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહીલની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયાના માર્ગદર્શન હેઠળ LCBના અધિકારીઓ અને કર્મચારીઓની એક ટીમ ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓને પકડવા માટે કાર્યરત હતી. દરમિયાન, તા.૨૭/૦૯/૨૦૨૬ના રોજ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન, ASI પ્રવિણસિંહ ચતુરસિંહ અને નરેન્દ્ર સુર્યકાંતભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગાંભોઈ પોલીસ સ્ટેશનના ગુ.ર.નંબર-૧૧૨૦૯૦૧૪૨૨ ૦૪૨૬/૨૦૨૨ (IPC કલમ.૪૫૭,૩૮૦,૧૧૪) માં સંડોવાયેલ અને છેલ્લા સાડા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી જીતેન્દ્ર ઉર્ફે લાલો ઉર્ફે કાળીયો મોગજી ડામોર, રહે.દેમત, તા.વિંછીવાડા, જી.ડુંગરપુર (રાજસ્થાન) હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે ઉભો છે.બાતમીના આધારે LCB ટીમે હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે તપાસ કરતાં જીતેન્દ્ર ડામોર મળી આવ્યો હતો.તેની પૂછપરછ અને રેકોર્ડ તપાસ કરતાં તે ઉપરોક્ત ગુનામાં છેલ્લા સાડા ચાર વર્ષથી નાસતો ફરતો હોવાનું જણાયું હતું.તેની ધરપકડ બાદ LCB ઓફિસ લાવી વધુ પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તેણે તેના સાથીદારો ગણેશ ઉર્ફે ગણા બધુ કાવા, હરીશ રામલાલ મનાત, ભગવાન બેચર ડુહા અને નરેશ ઉર્ફે ટેટો મણિલાલ ડુહા (તમામ રહે.ડુંગરપુર, રાજસ્થાન) સાથે મળીને લગભગ સાડા ચાર વર્ષ પહેલા ગાંભોઈ પેટ્રોલ પંપ પાસે ચોરી કરી હતી..

વધુ પૂછપરછ દરમિયાન જીતેન્દ્ર ડામોરે એ પણ કબૂલાત કરી હતી કે લગભગ આઠ વર્ષ પહેલા તેણે અને તેના સાથીદારોએ ગાંધીનગરના માણસા ખાતે ગાયત્રી મંદિર નજીક એક મકાનનું તાળું તોડી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.આ અંગે માણસા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો.LCB ટીમે આરોપી જીતેન્દ્ર ડામોરને હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે,જ્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ આરોપીઓને પકડવામાં LCB ટીમના PI ડી.સી.સાકરીયા, PSI એસ.જે.ચાવડા,ASI વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ,કમલેશસિંહ રજુસિંહ,ટેકનિકલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હેમાંશુરાજ ભુપેન્દ્રસિંહ,HC પ્રકાશકુમાર લાલજીભાઇ, દેવરાજ ખીમજીભાઇ, PC પ્રવિણસિંહ ચતુરસિંહ, નરેન્દ્ર સુર્યકાંત,નિલેશકુમાર બાબુભાઈ અને ડ્રાઇવર PC નરેન્દ્રસિંહ નારસિંહ, કાળાજી ભગાજીનો મુખ્ય ફાળો રહ્યો છે.
📲Get App