🔥 TRENDING Arunachal Students' Union Calls Off Ba... Arunachal Hydropower Project Cleared b... পাঁচগ্রাম উচ্চ বিদ্যালয়ে ২০৭তম বিদ্যা... Two Arunachal Pradesh Men Held in Assa... J&K Deputy CM Rebuffs BJP Call, Says O... કચ્છ જિલ્લા શ્રી મોટા યક્ષ દેવના મેળાન...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા-: LCB દ્વારા પ્રોહીબીશનના ગુનામાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 11:06 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના-: LCB ની ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી કમલસિંહ પ્રતાપસિંહ રાઠોડને રાજસ્થાનના ઉદેપુરથી ઝડપી પાડ્યો છે..

સાબરકાંઠામાં-:
નાસતા ફરતા અને પેરોલ ફર્લો ફરારી આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલના આદેશ અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.આ સૂચનાઓને પગલે LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફની એક ટીમ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતી.તે દરમિયાન LCB ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુના (ગુ.ર.નં. ૭૨૨/૨૦૨૦) માં સંડોવાયેલો અને છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી કમલસિંહ પ્રતાપસિંહ રાઠોડ (ઉ.વ. ૩૧, રહે. થાના, તા. સરાડા, જી. ઉદેપુર, રાજસ્થાન) ટ્રક નંબર GJ-15-AZ-0797 ચલાવી રહ્યો છે અને હાલ સાણંદ નજીક છારોડી ગામ પાસે કોઈ કંપનીમાં માલ ભરવા આવ્યો છે..

આ બાતમીના આધારે LCB ની ટીમે ખાનગી વાહનમાં સાણંદના છારોડી ગામ ખાતે પહોંચી ઉપરોક્ત ટ્રકની તપાસ કરી. એક કંપનીની સામે રોડ પર ઉભેલી ટ્રકમાં એક વ્યક્તિ સૂતેલો મળી આવ્યો હતો.પોલીસે તેને ઝડપી પાડી પોતાનું નામ કમલસિંહ પ્રતાપસિંહ રાઠોડ હોવાનું જણાવ્યું હતું. પૂછપરછ અને વેરીફિકેશન બાદ તે ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું હતું.આમ,LCB સાબરકાંઠા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૫(૧)(જે) મુજબ આરોપી કમલસિંહ રાઠોડને તા. ૨૬/૦૯/૨૦૨૬ ના રોજ ઝડપી પાડી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર. ચૌહાણ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાકેશસિંહ જસવંતસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જશુભાઈ બાબુભાઇ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહનો સમાવેશ થાય છે.
📲Get App