🔥 TRENDING Nitin Gadkari inaugurates Mukhyamantri... MP High Court Issues Non‑Bailable Warr... Madhya Pradesh Restarts Public Transpo... Man Fatally Stabbed in E‑Rickshaw Robb... Communist Party Protests Gyanesh Kumar... Congress Launches March Outside Electi...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

હિંમતનગર નજીક LCB એ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી, ૩.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Zala axaratirthsinh 🗓 25 Sep 2026, 04:25 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા LCB ની ટીમે હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બીયરની ૨૩ પેટીઓ સાથે એક કાર અને આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. ૩,૬૭,૦૧૮/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતી એક મારૂતી સુઝુકી રીટ્ઝ ગાડી ઝડપી પાડી છે. પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની ૨૩ પેટીઓ (કુલ ૮૧૬ બોટલ/ટીન) સહિત રૂ. ૩,૬૭,૦૧૮/- નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની અટકાયત કરી છે.

ભાદરવી પૂનમ પદયાત્રા અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ચલાવવામાં આવતી ડ્રાઇવ અંતર્ગત એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિરીલકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની રીટ્ઝ ગાડી (GJ-27-BL-6048) વિદેશી દારૂ ભરીને હિંમતનગરથી વિજાપુર તરફ જઇ રહી છે.

બાતમીના આધારે પોલીસે હિંમતનગર આર.ટી.ઓ. સર્કલ હાઇવે રોડ પર વોચ ગોઠવી હતી. જેવી શંકાસ્પદ ગાડી ત્યાં આવી પહોંચી, પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે, ગાડી ચાલકે પોલીસને જોઇ નાકાબંધી તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સતર્કતા દાખવી ગાડીને આંતરી લીધી હતી.
📲Get App