રાપર પંથકમાં LCBનો દારૂ પર સપાટો
પ્રાગપર પાસે પોલીસને જોઈ ત્રણ શખ્સો ટુ-વ્હીલર મૂકી ફરાર; વિદેશી દારૂ, બીયર સહિત કુલ ૨1,57,674નો મુદ્દામાલ કબજે
રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ કચ્છ, ગાંધીધામ દ્વારા પ્રોહિબિશનનો કેસ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી LCB ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પ્રાગપર ચોકડી પાસે ત્રણ શખ્ખો શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યા હતા. પોલીસને જોઈ ત્રણેય શખ્સો પોતાના ટુ-વ્હીલર મૂકીને ફરાર થઈ ગયા હતા. વાહનોની તપાસ દરમિયાન વિદેશી દારૂની ૭૫૦ MLની ૨ બોટલ, ૧૮૦ MLની ૧૬ બોટલ, ૫૦૦ MLના ૧૪ બીયર ટીન તેમજ ત્રણ ટુ-વ્હીલર મળી કુલ રૂ1,57,674નો મુદ્દામાલ કબજે કરાયો હતો. રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કામગીરી LCB PI જે.એમ. વાળા, PSI ડી.જી. પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાંઆવી