🔥 TRENDING காரைக்குடி தேசிய நெடுஞ்சாலையில் வாகன வ... વેરાવળ બસ સ્ટેશન માં ની શુલક આંખની તપ... NHAI signs MoU with SSNNL to fast‑trac... Navrachana University’s Dr Gaurav Para... Madhya Pradesh HC says agency can't be... BJP's Hemant Sankhla Elected Deputy Ma...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અંબાજીની ભીડમાં ભક્ત બનીને ઘૂસેલા બે ખિસ્સાકાતરૂઓને ચાલુ બસમાંથી ઝડપી પાડતી પાલનપુર LCB..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Sep 2026, 06:02 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન ભીડનો લાભ લેવા ભક્ત બનીને ઘૂસેલા બે ખિસ્સાકાતરૂઓને પાલનપુર એલ.સી.બી.એ ચાલુ બસમાંથી ઝડપી પાડ્યા છે..

અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતર્ક બની છે. આ દરમિયાન અંબાજીની ભીડમાં ભક્ત બનીને ઘૂસેલા બે ખિસ્સાકાતરૂઓને પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ચાલુ બસમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે..

મળતી માહિતી મુજબ આ શખ્સો ભક્તોના વેશમાં મેળાની ભીડનો લાભ ઉઠાવવા માટે આવ્યા હતા. પરંતુ પાલનપુર એલ.સી.બી.ની સતર્ક નજરથી તેઓ બચી શક્યા ન હતા. પોલીસે વોચ ગોઠવીને ચાલુ બસમાંથી આ બંને ખિસ્સાકાતરૂઓને ઝડપી પાડ્યા છે.ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે.આ બાબતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા યાત્રાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ મેળા દરમિયાન પોતાની કિંમતી ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખે અને આવા ખિસ્સાકાતરૂઓથી સાવધાન રહે.
📲Get App