🔥 TRENDING முதலமைச்சர் விஜய் நாளை ஆந்திரா பயணம்! ઉનાઈ મંદિર ખાતે કેબિનેટ મંત્રીશ્રી નરે... காரைக்குடி நகரில் தமிழக ஆசிரியர் வெற்ற... सतलोक आश्रम धनना धाम में विशाल भंडारे... ಗುಳೇಡಗುಡ್ಡ ದಲ್ಲಿ ಅಂಗಡಿಗೇ ಬೆಂಕಿ भागलपुर रेलवे स्टेशन पर 50 लीटर से अधि...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જસદણના સોમલપર ગામે જુગારધામ પર LCBના દરોડા: ૧૪ શખ્સો ૩.૨૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
Crime

જસદણના સોમલપર ગામે જુગારધામ પર LCBના દરોડા: ૧૪ શખ્સો ૩.૨૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

✍️ Reporter: Jagdish makvana 🗓 23 Aug 2026, 11:40 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ ગ્રામ્ય LCBએ જસદણના સોમલપર ગામની સીમમાં આવેલી વાડીમાં દરોડો પાડી જુગાર રમતા ૧૪ ઈસમોને ઝડપી લીધા હતા.

રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે મળેલી ખાનગી બાતમીના આધારે જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સોમલપર ગામની સીમમાં એક વાડીના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર જુગાર રમી રહેલા ૧૪ ઈસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી કુલ ૩,૨૮,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ૧,૩૫,૬૦૦ રૂપિયાની રોકડ રકમ, ૧૦ મોબાઈલ ફોન, ૫ મોટરસાયકલ અને ગંજીપત્તાના પાનાનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં કાંવતભાઈ વિયાળ, ભોપાભાઈ રાતડીયા, ભુપતભાઈ ખાચર, હસમુખભાઈ પ્રાપવત, ઉમેશ રાઠોડ, વિપુલભાઈ તાવિયા, અંકિતભાઈ ઉપાધ્યાય, પરેશભાઈ ચાવડાગોર, રામભાઈ વાળા, સંજયભાઈ માઢક, વનરાજભાઈ જમોડ, વિજયભાઈ તાવિયા, રાજેશભાઈ રોસારા અને ડાયાભાઈ ગોહિલનો સમાવેશ થાય છે.

આ તમામ આરોપીઓ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે.
📲Get App