🔥 ट्रेंडिंग જૂનાગઢમાં ગિરનાર-દાતાર વિસ્તારમાં પાંચ... Voters Cast Ballots Across District in... दृश्यम 3 रिलीज़ से एक दिन पहले श्रिया... नंदigram उपचुनाव: वोटिंग शुरू, बीजेपी... सुवेंदु अधिकारी ने UDAN समझौता किया, T... कांग्रेस ने चुनाव आयोग पर नया बंगाल चु...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કોસંબા મર્કન્ટાઈલ બેંકની ચૂંટણી પહેલાં KYC વિવાદ: સભાસદોનો મતદાનથી દૂર રાખવાનો આરોપ
राजनीति

કોસંબા મર્કન્ટાઈલ બેંકની ચૂંટણી પહેલાં KYC વિવાદ: સભાસદોનો મતદાનથી દૂર રાખવાનો આરોપ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 06 अक्टू. 2026, 09:36 AM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આવનારા મહિનામાં યોજાવાની કોસંબા મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણી પૂર્વે KYC પ્રક્રિયા અંગે વિવાદ ઉકળ્યો છે. સભાસદોએ ચાલુ ડિરેક્ટરો દ્વારા મતદાનથી દૂર રાખવાનો તખતો ઘડવાનો આરોપ લગાવ્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ મુદ્દાઓને કારણે વિવાદમાં આવેલી કોસંબા મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણી આવનારા મહિનામાં યોજવાની છે. આ પૃષ્ઠભૂમિમાં બેંક ફરી એકવાર તેના કેવાયસી (KYC) નિર્ણયને કારણે વિવાદમાં આવી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આગામી ચૂંટણી પૂર્વે મતદાર યાદી અને KYC પ્રક્રિયાને લઈને વિવાદ વકર્યો છે.

બેંકના સભાસદો દ્વારા ચૂંટણી કમિટીને એક લેખિત આવેદનપત્ર પાઠવીને ગંભીર આક્ષેપો થયા છે. સભાસદોએ આરોપ લગાવ્યો છે કે ચાલુ ડિરેક્ટરો દ્વારા ચોક્કસ બદઈરાદાપૂર્વક સભાસદોને મતદાનથી દૂર રાખવાનો તખતો ઘડવામાં આવ્યો છે. આ મામલે રજિસ્ટ્રાર તેમજ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાને પણ નકલ રવાના કરી રજૂઆત કરવામાં આવી છે.

સભાસદોની મુખ્ય રજૂઆત મુજબ, ચૂંટણી સમિતિની નિમણૂક થાય તે પહેલાં ૩૦/૦૯/૨૦૨૬ના રોજ KYC પ્રક્રિયા એકાએક બંધ કરી દેવામાં આવી હતી. સભાસદોએ સવાલ ઉઠાવ્યો છે કે સુધારા અંગે સભાસદોને લેખિત, મૌખિક કે એસએમએસ દ્વારા પૂરતી જાણ કેમ કરવામાં આવી નથી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે જે સભાસદોએ શેરફાળો ભર્યો હોય તેમને KYCના નામે મતદાનથી વંચિત રાખવા ઉપરાંત ભવિષ્યમાં ડિવિડન્ડ કે ભેટ-સોગાદ ન આપવાની વાત ગેરવાજબી છે. આ ઉપરાંત, સ્થળાંતરિત સભ્યના અધિકાર અંગે પણ સભાસદોએ પ્રશ્ન ઉઠાવ્યો છે.
📲Get App