🔥 TRENDING উত্তর ২৪ পরগনার বসিরহাটের ধান্যকুড়িয়... दिवार:- दिवार में ऐतिहासिक श्री सप्तको... Simon Helberg Marks 20 Years of Friend... Chiranjeevi’s Kaka Team Announces New... Prabhas' New Film: Only 60-65 Days of... Kayadu Lohar Responds to Criticism Ove...
04 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Image ma lakhel text aa che:

જંબુસરમાં નગરપાલિકા સામે મહિલાઓનો હલ્લાબોલ! ઉભરાતી ગટરો અને તૂટેલા રસ્તાથી રહીશો ત્રાહિમામ, મહિલાઓ રસ્તા પર ઉતરી, તંત્રને આવેદન આપી ચીમકી..

Image ma lakhel text aa che: જંબુસરમાં નગરપાલિકા સામે મહિલાઓનો હલ્લાબોલ! ઉભરાતી ગટરો અને તૂટેલા રસ્તાથી રહીશો ત્રાહિમામ, મહિલાઓ રસ્તા પર ઉતરી, તંત્રને આવેદન આપી ચીમકી..

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 04 Sep 2026, 04:40 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Image ma lakhel text aa che: જંબુસરમાં નગરપાલિકા સામે મહિલાઓનો હલ્લાબોલ! ઉભરાતી ગટરો અને તૂટેલા રસ્તાથી રહીશો ત્રાહિમામ, મહિલાઓ રસ્તા પર ઉતરી, તંત્રને આવેદન આપી ચીમકી..

જંબુસર શહેરમાં પ્રાથમિક સુવિધાઓની કથળેલી સ્થિતિને લઈને નગરપાલિકા સામે રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. શહેરના સંસ્કારધામ અને ઘનશ્યામ નગર વિસ્તારમાં ઉભરાતી ગટરો, ગંદકી અને તૂટેલા-બિસ્માર રસ્તાઓના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા આખરે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને નગરપાલિકા તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ, વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાનો ભય ઉભો થયો છે. બીજી તરફ રસ્તાઓની દયનીય હાલતને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગટરના ગંદા પાણી અને ખાડાઓ વચ્ચે જીવન જીવવા મજબૂર બનેલા રહીશોમાં તંત્રની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી હતી.

મહિલાઓ અને રહીશોએ એકત્ર થઈ જંબુસર નગરપાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ગટર અને રસ્તાની સમસ્યાનો ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી હતી. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, જો હવે પણ નગરપાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવશે અને તાત્કાલિક કામગીરી શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે. પ્રશ્ન એ છે કે, કરવેરો વસૂલવામાં આગળ રહેતું તંત્ર શું નાગરિકોને મૂળભૂત સુવિધા આપવામાં પણ એટલી જ ગંભીરતા દાખવશે? હવે જંબુસરના સંસ્કારધામ અને ઘનશ્યામ નગરના રહીશોની આ લડત બાદ નગરપાલિકા ક્યારે જાગે છે અને સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.
📲Get App