🔥 ट्रेंडिंग Air India pilot dismissed after drinki... Three Accused Cleared in Ayodhya Ram M... Sehwag Khadak Says Cricket Will Persis... पटनाभी में जीवनयापन आसान: टेक प्रोफेशन... जन सूरज पार्टी ने बिहार के बाद दिल्ली... लड़की बहिन योजना: अप्रैल किस्त जारी कर...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વડાલી HNGU કેમ્પસમાં ૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 26 सित. 2026, 03:08 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે HNGU કેમ્પસમાં ૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય રમણલાલ વોરા અધ્યક્ષસ્થાને રહ્યા હતા..

સાબરકાંઠાના-:
વડાલી ખાતે આવેલ HNGU કેમ્પસમાં ૭૭મા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઈડર-વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને પર્યાવરણની જાળવણી માટે સૌને વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.વન મહોત્સવ એ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે..

કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો,અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.સૌએ મળીને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને બુલંદ કર્યો હતો.આ પ્રકારના આયોજનો ભવિષ્યની પેઢીઓ માટે હરિયાળું વાતાવરણ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થાય છે.
📲Get App