🔥 TRENDING India vs West Indies First T20 Scoreca... Bhuvneshwar Kumar Returns to India T20... Draw the football match india vs Urugu... सरपंच पद के उम्मीदवार सरवन सिंह ने वरा... Karnataka Beer Sales Jump 41% After Ne... Rajasthan opens 24,752 sanitation jobs...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં 'ઢોસા ચારકોલ' ફૂડ ચેઇન પર GST વિભાગના મેગા દરોડા, કરોડોની કરચોરીની આશંકા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Oct 2026, 10:58 PM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સ (DGGI) દ્વારા સુરતની જાણીતી ફૂડ ચેઇન 'ઢોસા ચારકોલ'ની અનેક બ્રાન્ચો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં મોટા પાયે નાણાકીય વ્યવહારો અને દસ્તાવેજી પુરાવા જપ્ત કરાયા છે.

તહેવારોની સિઝન પહેલાં જ કરચોરીને ડામવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સ (DGGI) એક્શન મોડમાં આવ્યું છે. નવી સ્ટાઈલમાં સાઉથ ઈન્ડિયન વાનગીઓ પીરસવા માટે પ્રખ્યાત ફૂડ ચેઇન 'ઢોસા ચારકોલ' પર DGGIની ટીમે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. પાક્કી બાતમીના આધારે સુરતના મોટા વરાછા, પાસોદરા, કાપોદ્રા, પૂણા ગામ, રાંદેર, કતારગામ અને આઉટર રિંગ રોડ સહિતની વિવિધ બ્રાન્ચો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન મોટા પાયે નાણાકીય વ્યવહારો અને અગત્યના દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે.

'ઢોસા ચારકોલ'ની વિવિધ બ્રાન્ચો પર ચાલી રહેલી આ ઊંડાણપૂર્વકની તપાસને પગલે કરચોરીનો મોટો આંકડો સામે આવવાની પ્રબળ શક્યતા છે. તહેવારોના સમયે જ ફૂડ ઈન્ડસ્ટ્રી સામે લેવાયેલા આ કડક પગલાંને કારણે શહેરના અન્ય હોટેલ સંચાલકોમાં પણ ભારે ખળભળાટ વ્યાપી ગયો છે. હોટેલ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

GST વિભાગ દ્વારા હાલ એઆઈ આધારિત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ટેક્સ ચોરી પકડવા માટે અધિકારીઓ હોટલમાં રહેલા ટેબલની સંખ્યા, શનિવાર અને રવિવારની ગીરદી તેમજ વપરાતા શાકભાજીના જથ્થાને આધારે ધંધાની એવરેજ કાઢીને વાસ્તવિક આવકનો તાગ મેળવી રહ્યા છે. આ તપાસ કરચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરી શકે છે.
📲Get App