Local
GSRTC દ્વારા સ્વાતંત્ર્ય દિનની અનોખી ઉજવણી, બસને ત્રિરંગામાં સજાવ્યું
Watch on:
▶️ YouTube
GSRTC દ્વારા 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી, જેમાં બસને ત્રિરંગામાં સજાવીને મુસાફરોને 'ભારત માતા કી જય'ના નારાઓ સાથે મીઠું મોં કરાવવામાં આવ્યું.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 15મી ઓગસ્ટ, 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે, દેશના વીર જવાનોના બલિદાનને યાદ કરવા અને દેશવાસીઓને પર્વની શુભકામના પાઠવવા માટે એક પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી હતી.
ધોરાજી એસ.ટી. ડેપોના કંડક્ટર પ્રકાશભાઈ ગાલોરીયા દ્વારા પોતાના સ્વખર્ચે તેમજ ધોરાજી ડેપો અને GSRTC તંત્રના સહયોગથી પીપળાણાથી રાજકોટ રૂટની લોકલ બસને ત્રિરંગા, રાષ્ટ્રધ્વજ, ફુગ્ગા અને ફૂલહારથી સજાવી દેવામાં આવી હતી. આ બસમાં મુસાફરી કરતા તમામ પેસેન્જરોને મીઠું મોં કરાવીને 'ભારત માતા કી જય'ના ગગનભેદી નારા સાથે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.
એસ.ટી. વિભાગના કર્મચારીની આ રાષ્ટ્રપ્રેમ ભરેલી પહેલ મુસાફરોમાં ભારે આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર બની હતી. GSRTC દ્વારા આ પ્રકારની પહેલને કારણે મુસાફરોમાં રાષ્ટ્રભક્તિ અને એકતા વધારવા માટે પ્રેરણા મળી છે.