🔥 TRENDING दिल्ली आवास में आयरन लेडी रंजीत रंजन ज... 12 Kota Sikhs Depart for Pakistan Afte... किरकिचिया पंचायत के मुखिया प्रतिनिधि क... ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡಿಗನೇ ಸಾರ್ವಭೌಮ - ಯರಗು... रमेश सिंह फौजी ने बलिया में 2027 विधान... भवठड़ी के वार्ड 14 में संतोष शेखावत का...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લામાં ૩૦ નવેમ્બરથી ધો. ૧૦ અને ૧૨ની GSOS બોર્ડ પરીક્ષા યોજાશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 21 Nov 2026, 12:46 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં ૩૦ નવેમ્બરથી ધો. ૧૦ અને ૧૨ની GSOS બોર્ડ પરીક્ષા યોજાશે

પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

અમરેલી, તા. ૨૧ નવેમ્બર
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની GSOS બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં અભ્યાસ છોડી ગયેલા, રિપીટર, ખાનગી, પૃથક ઉમેદવારો ભાગ લેશે. પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડી.એમ. ગોહિલે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં તા. ૩૦ નવેમ્બરથી ૮ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન ધોરણ ૧૦ની પરીક્ષા સી.વી. ગજેરા યુનિટ-૩ વિદ્યાસભા, લાઠી રોડ, શ્રીમતી ટી.પી. એન્ડ એમ.ટી. ગાંધી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, નાગનાથ મંદિર પાસે, અમરેલી તથા પાઠક સ્કૂલ, તારવાડી, મણિનગર, અમરેલી ખાતે યોજાશે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા શ્રી બી.એન. વિરાણી સેકન્ડરી સ્કૂલ, યુનિટ-૨, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે યોજાશે.

જિલ્લા કલેક્ટરશ્રીએ પરીક્ષાના સુચારુ સંચાલન માટે પોલીસ વિભાગને તમામ ચાર પરીક્ષા કેન્દ્રો પર પૂરતો સુરક્ષા બંદોબસ્ત જાળવવા સૂચના આપી હતી. પરીક્ષા કેન્દ્રો પર વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે પી.જી.વી.સી.એલ.ને જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારો અને તાલુકા મથકોથી અમરેલી આવતા એસ.ટી. બસના રૂટ નિયમિત રહે તે સુનિશ્ચિત કરવા જી.એસ.આર.ટી.સીને સૂચના આપી હતી.

આ બેઠકમાં પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા જિલ્લાના ફરજ પરના અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ પરીક્ષા કેન્દ્રોના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App