🔥 TRENDING માંડરડી વિસ્તારના ખેડૂતો માટે સેટેલાઈટ... મહેસાણા પોલીસ હેડક્વાર્ટર: નંબર પ્લેટ... સુઇગામમાં ગજ્જુલવગુરુ દ્વારા જનજાગૃતિ... કાવી-દહેગામ માર્ગે બે કાર અથડાતા ભીષણ... गणेश विसर्जन पर पुलिस की भारी सुरक्षा Assam CM vows decisive action to prote...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ (GSFC) લિમિટેડ ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ

✍️ Reporter: Atul Thakor 🗓 24 Sep 2026, 10:29 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકારના જાહેર સાહસ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ (GSFC) લિમિટેડના ઈનોવેટીવ ઉત્પાદનોનું કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ કરવામાં આવ્યું...

રાજ્યમાં કૃષિ ઉત્પાદકતા વધારવા અને પાક સંરક્ષણને વધુ સુદ્રઢ કરવાના ઉદ્દેશથી GSFC દ્વારા "સરદાર" બ્રાન્ડ હેઠળ 7 નવી જંતુનાશક અને નિંદણનાશક દવાઓ લોન્ચ કરવામાં આવી કે જેમાં સરદાર સાથી, સરદાર રફતાર, સરદાર તુફાની ફિપ્રો, સરદાર જાનદાર, સરદાર આધાર, સરદાર જી-ગોલ્ડ, સરદાર સેનાપતિનો સમાવેશ; આ પ્રસંગે ખેડૂતોને પાક અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડતા કૃષિ મેગેઝિન ‘કૃષિજીવન’નું અનાવરણ કરવામાં આવ્યું...

ખેડૂતની સમૃદ્ધિથી કૃષિ સમૃદ્ધિ અને કૃષિ સમૃદ્ધિથી ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનાવી અર્થવ્યવસ્થા સુદ્રઢ કરવાની નેમ : મુખ્યમંત્રીશ્રી

GSFCના નવા જંતુનાશક ઉત્પાદનો ખેડૂતોના પાકના રક્ષણ અને તેમની મહેનતને સાર્થક કરવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે: મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
📲Get App