🔥 TRENDING Karnataka CM Shivakumar Urges Minister... Vande Bharat Express to Link Bengaluru... Priyank Kharge urges RSS to approve Vi... Lawrence Bishnoi jailed as shadow cabi... Government Orders Fixed Airline Fares... બગોદરા ગામની નજીક પુલ પર ફોર વ્હીલ વાહ...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

GRD જવાનોના ન્યાયી હક્કો માટે હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા PMOમાં ફરી અપોઇન્ટમેન્ટ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 11:30 PM 👁 41
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હ્યુમન રાઇટ્સ ફેડરેશનએ GRD જવાનોના હિત માટે PMOમાં ફરી રજૂઆત કરી, જેમાં અપૂરતા વેતન અને નોકરીની અનિશ્ચિતતા જેવા પ્રશ્નો ઉઠાવ્યા છે..

હ્યુમન રાઇટ્સ ફેડરેશનએ ગ્રામ રક્ષક દળ (GRD) ના જવાનોના પડતર પ્રશ્નો અને ન્યાયી હક્કો માટે વડાપ્રધાન કાર્યાલય (PMO) માં ફરી એકવાર અપોઇન્ટમેન્ટ અને રજૂઆત કરી.GRD જવાનો લાંબા સમયથી ગ્રામિણ કક્ષાએ સુરક્ષા,કાયદો,વ્યવસ્થા અને આપત્તિ વ્યવસ્થાપનમાં નિસ્વાર્થ સેવા આપતા આવ્યા છે..

પરંતુ હાલ તેઓ અપૂરતા માનદ વેતન,નોકરીની અનિશ્ચિતતા અને અન્ય હક્કોના પ્રશ્નોનો સામનો કરે છે.હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા મહેન્દ્ર અયાલાણી દ્વારા અગાઉની રજૂઆતના અનુસંધાનમાં ફરી એકવાર વડાપ્રધાનશ્રી સમક્ષ રૂબરૂ મુલાકાત મેળવવા માટે સત્તાવાર રજૂઆત કરવામાં આવી, જે PMO પબ્લિક ગ્રીવન્સ પોર્ટલમાં રજીસ્ટ્રેશન નંબર PMOPG/E/2026/0203695 સાથે નોંધાયેલ છે..

ફેડરેશનએ જણાવ્યું છે કે GRD જવાનોના હિત અને અધિકારોની લડત ન્યાય ન મળે ત્યાં સુધી અવિરતપણે આગળ ધપાશે અને જવાનોને યોગ્ય માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળવા માટે કટિબદ્ધ છે.મહેન્દ્ર અયાલાણી હ્યુમન રાઇટ્સ ફેડરેશન આ મુદ્દા પર પોતાની પ્રતિબદ્ધતા પુનઃ પુષ્ટિ કરે છે.
📲Get App