🔥 ट्रेंडिंग रिलायंस ने आंध्र प्रदेश में CBG परियोज... 70 अंध्र प्रदेश सरकारी डॉक्टरों को एक... अनाथ अंबानी ने प्रस्तुत किया आंध्र प्र... गुजरात में नियमों के अधिसूचनापर यूनिफॉ... लिव‑इन रिश्तों के बच्चों को उत्तराधिका... राष्ट्रपति ने गुजरात यूसीसी बिल 2026 क...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બોટાદ: GRD જવાન લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો

✍️ रिपोर्टर: Naqvi Mehendi Hasan 🗓 03 अक्टू. 2026, 12:56 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાન કિશનભાઈ મનજીભાઈ ચૌહાણને ૨૨,૦૦૦ રૂપિયાની લાંચ લેતા એ.સી.બી. (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

બોટાદ એ.સી.બી. (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સફળ લાંચ ટ્રેપ ગોઠવીને બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાન કિશનભાઈ મનજીભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૬) ને ૨૨,૦૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ટ્રેપની કાર્યવાહી તા. ૦૨/૧૦/૨૦૨૬ ના રોજ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીના ભત્રીજાને ખોટી નંબર પ્લેટ લગાવેલી બાઈક ચલાવતા હોવાની શંકાના આધારે બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. આ બાબતે ગુનો દાખલ ન કરવા માટે આરોપી GRD જવાન કિશનભાઈ ચૌહાણે પોલીસ કર્મી વતી પ્રથમ ફરિયાદી પાસે ૫૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ ૨૨,૦૦૦ રૂપિયા નક્કી થયા હતા.

જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે બોટાદ એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી. દ્વારા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત ટ્રેપ દરમિયાન, આરોપી કિશનભાઈ ચૌહાણે ફરિયાદી પાસેથી નક્કી થયેલી ૨૨,૦૦૦ રૂપિયાની લાંચની રકમ સ્થળ પર જ સ્વીકારી હતી અને એ.સી.બી. ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

આ સફળ ટ્રેપિંગની કાર્યવાહી બોટાદ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી. સી. મોલીયા અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App