🔥 TRENDING India's Economic Activity Shows Mild P... India’s Business Sentiment Bounces in... India’s Economic Security Tied to Stat... India Debates: Can Protests Topple a G... Tamil Nadu ITIs Reveal Growing Frustra... Political Lull in India Sparks Debate...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના બાવળા નજીક GR infra ફેક્ટરીમાં આગ લાગી
Local

અમદાવાદના બાવળા નજીક GR infra ફેક્ટરીમાં આગ લાગી

✍️ Reporter: Mukeshkumar Manjibhai Makwana 🗓 16 Aug 2026, 09:38 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાવળા નજીકની GR infra કંપનીમાં આગ લાગતાં, ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 15 ઓગસ્ટની રજાના દિવસે કામદારોની હાજરી ન હોવાથી મોટી જાનહાનિ ટળી.

અમદાવાદ જીલ્લાના બાવળા નજીક GR infra (GRL) કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ફેક્ટરી પરિસરમાં અચાનક આગ લાગતાં, અમદાવાદ બાવળા અને ધોળકા ની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો.

આ ઘટનાના દિવસે 15 ઓગસ્ટની રજા હોવાથી ફેક્ટરીમાં કામદારોની હાજરી ન હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી. ફેક્ટરીમાં આગ લાગવાની કારણો હજુ સુધી સ્પષ્ટ નથી થયાં, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા જોવા મળી રહી છે, અને ફેક્ટરીના સંચાલકોને આગ લાગવાની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા પગલાં વધારવા માટે સૂચવવામાં આવી રહ્યું છે.
📲Get App