🔥 TRENDING Forest Guard Gets 4‑Year Jail for Rs 4... अपर पुलिस अधीक्षक जालौन ने कोतवाली माध... भारी बारिश से परौर-कलान मार्ग टूटा, आव... उरई में पुलिस अधीक्षक ने किया पैदल गश्... राजस्थान के पाली में स्थानीय कार्यक्रम... સુરેન્દ્રનગર એસપીએ ધાંગધ્રાના વેપારીને...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

GNLUમાં વિદ્યાર્થીઓનો વિરોધ, ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના કેસને લઈને ચિંતા

✍️ Reporter: Hardik vaishnav 🗓 30 Sep 2026, 09:40 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરની GNLUમાં વિદ્યાર્થીઓએ ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના વધતા કેસોને લઈને વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓએ કેમ્પસની સ્વચ્છતા, મચ્છર નિયંત્રણ, પીવાના પાણી અને ભોજનની વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી. યુનિવર્સિટી દ્વારા ફોગિંગ અને પાણીની સારવાર સહિતના આરોગ્યલક્ષી પગલાં લેવાની માહિતી આપવામાં આવી છે.

🔴 મોટા સમાચાર | ગાંધીનગર

GNLUમાં વિદ્યાર્થીઓનો વિરોધ, ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના કેસને લઈને ચિંતા

ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી — GNLUમાં વિદ્યાર્થીઓ દ્વારા આરોગ્ય, સ્વચ્છતા, પીવાના પાણી અને ભોજનની વ્યવસ્થાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓએ વર્ગોનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બીમાર પડ્યા છે અને ડેન્ગ્યુ તથા વાયરલ ઇન્ફેક્શનના કેસ સામે આવ્યા છે.

વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ 29 સપ્ટેમ્બર સુધીમાં 193 વિદ્યાર્થીઓ બીમાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં 102 ડેન્ગ્યુ, 77 વાયરલ ઇન્ફેક્શન અને 11 ટાઇફોઇડના કેસનો સમાવેશ થાય છે. આ આંકડા વિદ્યાર્થીઓના સર્વે પર આધારિત છે.

વિદ્યાર્થીઓએ કેમ્પસની સ્વચ્છતા, મચ્છર નિયંત્રણ, પીવાના પાણી, મેસના ભોજન અને મેડિકલ સુવિધાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.

વિદ્યાર્થીઓએ સ્વતંત્ર મોનિટરિંગ કમિટી, પાણી અને ભોજનની ગુણવત્તાની તપાસ તથા સ્વચ્છતા અને મેડિકલ વ્યવસ્થાની નિયમિત દેખરેખની માંગ કરી છે.

બીજી તરફ, GNLUના રજિસ્ટ્રાર ડૉ. નીતિન મલિકે ડેન્ગ્યુના કેસ હોવાની વાત સ્વીકારી છે અને યુનિવર્સિટી દ્વારા ફોગિંગ, પાણીની સારવાર અને અન્ય જરૂરી પગલાં લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. પાણી અને ભોજનના ટેસ્ટ રિપોર્ટની પ્રક્રિયા પણ ચાલી રહી હોવાનું જણાવાયું છે.

હાલ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પ્રશાસન વચ્ચે આ મુદ્દે ચર્ચા થવાની છે. વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને યુનિવર્સિટી તરફથી લેવામાં આવેલા પગલાં પર હવે સૌની નજર છે.

🎤 રિપોર્ટર: હાર્દિક વૈષ્ણવ
📍 સ્થળ: ગાંધીનગર, ગુજરાત
📲Get App