🔥 TRENDING गाजियाबाद में तेज धमाका, लाइव वीडियो म... Gaya Police Arrests One, Detains Juven... 4x4 Vehicles Misused as Intimidation T... Telangana Woman Killed in US After Tru... Court Orders Insurer to Pay Rs 60 Lakh... Supreme Court Urges Women to Feel Safe...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
GMERS મેડિકલ કોલેજમાં 24-કલાક કેન્ટીન બંધ, રાત્રિ ડ્યુટી તબીબોનો રોષ
Local

GMERS મેડિકલ કોલેજમાં 24-કલાક કેન્ટીન બંધ, રાત્રિ ડ્યુટી તબીબોનો રોષ

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 05 Oct 2026, 01:58 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં 24-કલાકની કેન્ટીન બંધ થવાથી રાત્રિ ડ્યુટી તબીબો અને વિદ્યાર્થીઓ ભારે અસંતોષમાં, કેમ્પસ છોડીને ખોરાક માટે બહાર જવું પડે છે.

GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 24-કલાકની કેન્ટીન બંધ થવાથી રેસિડેન્ટ તબીબો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓમાં રોષ ઊભો થયો છે. અનુસ્નાતક તબીબો સતત 12થી 20 કલાક સુધી ઈમરજન્સી અને વોર્ડ ડ્યુટી બજાવે છે, જ્યારે કેન્ટીન રાત્રે 11 વાગ્યે બંધ થાય છે.

તબીબોની વ્યથા: નાઈટ ડ્યુટી દરમિયાન દર્દીઓની સીધી જવાબદારી હોવાને કારણે ડોક્ટરો કેમ્પસ છોડીને બહાર જઈ શકતા નથી. ઘણી વાર રાત્રિ ડ્યુટી દરમિયાન રેસિડેન્ટ તબીબો નર્સિંગ સ્ટાફને ભરોસે રાતે ચા પીવા જાય છે અને મોબાઈલ પર સતત નર્સિંગ સ્ટાફ પાસે દર્દીનો અપડેટ લેતા રહે છે. "જો કેમ્પસમાં હોય તો કોઈ સર્વન્ટ પાસે પણ અમે મગાવી લઈએ, પણ તે સુવિધા જ નથી. કંઈ ખાવું-પીવું તો બહાર જવું પડે અને કેમ્પસની નજીક કશું પણ કંઈ મળતું નથી." - ઈન્ટર્ન તબીબ

"અમે 10 મિનિટ માટે પણ જઈ નથી શકતા, સવાર સુધી રાહ જોવી પડે છે. રાત્રે ડ્યુટી દરમિયાન કેમ્પસમાં કંઈ જ મળતું નથી. એક સામાન્ય ચા માટે પણ સવાર સુધી રાહ જોવી પડે છે." - અનુસ્નાતક વિદ્યાર્થી

તંત્રનો જવાબ: રાત્રે કેન્ટીનમાં કોઈ જતું નહોતું એટલે ટેન્ડર પૂર્ણ થતાં બંધ કરી હતી. દોઢ વર્ષ પહેલા જ્યારે કેન્ટીન ચાલુ હતી ત્યારે કોઈ જતું નહોતું, જેથી ટેન્ડર પૂર્ણ થતા તેને બંધ કરી દીધું. જો હાલમાં વિદ્યાર્થીઓની માંગણી હશે તો ફરી ચાલુ કરીશું. - ડૉ. વિશાલા પંડ્યા, ડીન, GMERS કોલેજ ઓફી

કેમ્પસ છોડે તો ઈમરજન્સીના દર્દીઓની દેખરેખ કોણ રાખે તે સવાલ થતાં ભૂખ્યા-તરસ્યા ફરજ નિભાવી રહ્યા છે.
📲Get App