🔥 ट्रेंडिंग बिहार के कच्ची दरगाह‑बिदुपुर पुल का ना... केकड़ी के सावर पंचायत समिति में कांग्र... जयपुर पंचायत चुनाव में कांग्रेस ने बीज... कर्नाटक ने NEET PG 2026 राउंड‑2 विकल्प... सुप्रीम कोर्ट ने तमिलनाडु की कर्नाटक स... सांसद अमृतपाल सिंह जेल से रिहा, असम हव...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

સાબરકાંઠા જિલ્લામાં GMERS સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ પાર્કિંગની મંજૂરી કોણે આપી?

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 20 नव. 2026, 02:58 PM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

GMERS સિવિલ હોસ્પિટલ હિંમતનગરમાં ખાનગી એમ્બ્યુલન્સને સરકારી કમ્પાઉન્ડમાં પાર્કિંગની મંજૂરી અને તેના પ્રભાવ સંબંધિત દસ કડક પ્રશ્નો પૂછવામાં આવ્યા..

સાબરકાંઠાના-:
GMERS Civil Hospital Himmatnagar ને 10 કડક પ્રશ્નો પૂછવામાં આવ્યા,જેમાં ખાનગી એમ્બ્યુલન્સને હોસ્પિટલના સરકારી કમ્પાઉન્ડમાં પાર્કિંગની મંજૂરી સંબંધિત મુદ્દાઓ સામેલ છે.પ્રશ્નોમાં એમ્બ્યુલન્સ કયા અધિકારથી કમ્પાઉન્ડમાં પાર્ક કરે છે, શું હોસ્પિટલ તંત્ર દ્વારા લેખિત મંજૂરી આપવામાં આવી છે અને તેની નકલ જાહેર કરવા માંગવામાં આવી છે,તેમજ પાર્કિંગ ફી વસૂલવામાં આવે છે કે નહીં અને મફત ઉપયોગનું કારણ શું છે,એ સામેલ છે..

વધુમાં એમ્બ્યુલન્સને કાયમી અડ્ડો જમાવવાની છૂટ કોણે આપી,આ પાર્કિંગથી 108 અને સરકારી એમ્બ્યુલન્સની અવરજવર અથવા દર્દીઓની સુવિધા પર અસર થાય છે કે નહીં, અને રાત્રિના સમયે ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઇવરો ઇમરજન્સી વિભાગ અને વોર્ડમાં પ્રવેશ કરે છે કે નહીં એ પ્રશ્નો પૂછવામાં આવ્યા.હોસ્પિટલ તંત્રને અનધિકૃત ખાનગી પાર્કિંગ તાત્કાલિક બંધ કરવા માટે સમયમર્યાદા નિર્ધારિત કરવાની વિનંતી કરી, જેથી જાહેર આરોગ્ય અને આપાતકાલીન સેવા પર કોઈ નકારાત્મક અસર ન થાય.
📲Get App