🔥 TRENDING हाथरस गेट के यादव ग्राउंड में 11,000 व... ਡਾ. ਦਲਜੀਤ ਸਿੰਘ ਚੀਮਾ ਨੇ ਰੂਪਨਗਰ ਤੋਂ ਸ਼ੁਰ... डबरा में जाम में फंसे युवक की अस्पताल... NDA Tensions in Bihar: Three MLAs Back... Bihar vs Uttar Pradesh: Key Difference... From Bihar Village to Berkeley: Vashis...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢ GIDCમાં નકલી અધિકારી બની તોડ કરતી ટોળકી ઝડપાઈ: જેતપુરમાંથી ૩ ની ધરપકડ, ૨ આરોપીઓ હજુ ફરાર
Crime

જૂનાગઢ GIDCમાં નકલી અધિકારી બની તોડ કરતી ટોળકી ઝડપાઈ: જેતપુરમાંથી ૩ ની ધરપકડ, ૨ આરોપીઓ હજુ ફરાર

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 14 Aug 2026, 10:58 AM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ:
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જી.આઇ.ડી.સી. (GIDC) વિસ્તારમાં કારખાનેદારોને નિશાન બનાવી નકલી GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) અધિકારી તેમજ પ્રેસ મીડિયાની ઓળખ આપી રૂપિયા પડાવતી એક શાતિર ટોળકીને જૂનાગઢ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. પોલીસે જેતપુર ખાતેથી ૩ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.
મળતી વિગતો અનુસાર, એક ફોર-વ્હીલર ગાડીમાં પાંચ શખ્સો જૂનાગઢ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં કારખાના ખાતે પહોંચ્યા હતા. ત્યાં જઈ તેઓએ પોતે જી.પી.સી.બી. (GPCB) ના ઉચ્ચ અધિકારીઓ અને સાથે પ્રેસ મીડિયાના માણસો હોવાની ઓળખ આપી હતી. કારખાના બહાર નીકળતું પાણી ગંદુ હોવાનું કહી તેના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા.
કારખાનેદારને ડરાવતા કહ્યું હતું કે, "આ ગંદુ પાણી પીવાથી માણસોના મોત થાય છે અને થોડા દિવસ પહેલાં આવું પાણી પી જતાં એક માણસ મરણ ગયેલ છે, જેમાં તમને ફિટ કરી દેવા છે અને તમારું કારખાનું સીલ કરી દેવું છે." આ પ્રકારનો ગંભીર ડર બતાવી આરોપીઓએ કારખાનેદાર પાસેથી બળજબરીપૂર્વક રોકડા ₹૨૧,૦૦૦ પડાવી લીધા હતા.
આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એફ.બી. ગગનીયા તથા તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. આ આરોપીઓ જેતપુર ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતાં જેતપુર સિટી અને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટાફની મદદથી ગણતરીના કલાકોમાં ૩ આરોપીઓને દબોચી લેવાયા હતા. આ ટોળકીએ આ જ પદ્ધતિથી અન્ય વેપારીઓ પાસેથી પણ રૂપિયા પડાવ્યા હોવાથી જૂનાગઢ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે.
📲Get App