🔥 TRENDING India’s U20 Rugby Sevens Squad to Face... Delhi's 30-Foot Cockroach Effigy Spark... Giant Cockroaches Overrun Bihar Durga... Delhi Police Arrest Four in Tiger Shro... Madhya Pradesh Government Receives New... हाता कसाया चौराहे पर उबर जाम से यात्रि...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાયખા GIDC બ્લાસ્ટમાં આમોદના બે યુવાનોના પરિવારને ₹50-50 લાખ સહાય

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 20 Oct 2026, 10:34 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાયખા GIDCમાં થયેલા બ્લાસ્ટમાં આમોદના બે યુવાનોનું જીવન ગુમાવતાં, તેમના પરિવારને ₹50-50 લાખની સહાય મળી.

સાયખા GIDCમાં થયેલા બ્લાસ્ટમાં આમોદના બે યુવાનોનું જીવન ગુમાવ્યું.

બ્લાસ્ટના કારણે બંને યુવાનોના પરિવારને ભારે આઘાત લાગ્યો.

ગવર્નમેંટે આ દુર્ઘટનાના પીડિતોના પરિવારને ₹50-50 લાખની સહાયની જાહેરાત કરી.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા GIDC ખાતે આવેલી સેન્ઝીલ ફાર્મકેમ કંપનીમાં થયેલી ભયાનક બ્લાસ્ટની દુર્ઘટનામાં આમોદ તાલુકાના બે યુવાનોએ જીવ ગુમાવતાં સરભાણ અને આસનેરા સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ દુર્ઘટનામાં સરભાણ ગામના ભાવિક વસાવા અને આસનેરા ગામના જયદીપ પટેલનાં મોત થયાં હતાં. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બંને યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી કંપનીના સત્તાધીશો સાથે સરભાણ અને આસનેરા ગામે પહોંચ્યા હતા. ધારાસભ્ય સહિત ઉપસ્થિત આગેવાનોએ શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી દુઃખની આ ઘડીમાં તેમની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
આ દુર્ઘટનામાં પરિવારના યુવાન સભ્યો ગુમાવનારા બંને પરિવારોને આર્થિક સહારો મળી રહે તે હેતુથી કંપનીના સત્તાધીશો દ્વારા ભાવિક વસાવા અને જયદીપ પટેલના પરિવારજનોને દરેક પરિવારને રૂપિયા ૫૦ લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કંપની તરફથી ભવિષ્યમાં હજુ વધુ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ આગેવાનોએ મૃતક યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી દુઃખની આ કપરી ઘડીમાં હિંમત રાખવા અપીલ કરી હતી.
📲Get App