स्थानीय
વાગરા: સાયણાં GIDCમાં PIXEL કંપનીમાં કામદારોનું રહેઠાણ અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન
સાયણાં GIDCમાં PIXEL કંપનીમાં કામદારોને કંપની સંકુલમાં રહેઠાણ માટે મજબૂર કરવામાં આવે છે અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન થાય છે, જેના સંબંધમાં સ્થાનિક અધિકારીઓ તપાસ શરૂ કરે છે.
વાગરા, ગુજરાત – સાયણાં GIDCમાં સ્થિત PIXEL કંપનીમાં કામદારોને કંપની સંકુલમાં રહેઠાણ માટે મજબૂર કરવામાં આવે છે, એ બાબતે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આ રહેઠાણ વ્યવસ્થા અને સુરક્ષા નિયમોના સ્પષ્ટ ઉલ્લંઘન અંગે સ્થાનિક સમુદાય અને કામદારોની ચિંતા વધી છે, કારણ કે ઉદ્યોગ ક્ષેત્રમાં કામદારોનું નિવાસ સામાન્ય રીતે મંજૂર નથી.
વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી PIXEL કંપની ફરી
એકવાર ગંભીર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કંપની સંકુલની અંદર
એવા દૃશ્યો નજરે પડયા છે કે જ્યાં જાણે કામદારોના રહેવા માટે
રૂમ બનાવવામાં આવ્યા હોય. રૂમની બહાર કપડાં સૂકવાતા જોવા
મળ્યા, તેમજ લોકોની અવરજવર પણ સતત નજરે પડી. આ
તમામ દૃશ્યો અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. જોકે, અહીં
કામદારોને રહેવા રાખવામાં આવે છે કે નહીં તેની અમે કોઈ પુષ્ટિ
કરતા નથી; આ સમગ્ર મામલો તપાસનો વિષય છે. સૌથી
ચોંકાવનારી બાબત એ છે કે કંપનીની બહાર કંપનીનું નામ દર્શાવતું
કોઈ બોર્ડ પણ જોવા મળતું નથી. આખરે બોર્ડ કેમ નથી? શું કોઈ
નિયમથી બચવાનો પ્રયાસ છે કે પછી તેની પાછળ કોઈ બીજું
કારણ છુપાયેલું છે? સાયખા GIDC જેવી ઔદ્યોગિક વસાહતમાં
ઓળખ વગર ચાલતી કંપની અનેક શંકાઓને જન્મ આપે છે.
જો ખરેખર કંપની સંકુલમાં જ કામદારોને રહેવા રાખવામાં
આવતા હોય, તો સૌથી મોટો પ્રશ્ન સુરક્ષાનો છે. કોઈ આગ, ગેસ
લીકેજ કે બ્લાસ્ટ જેવી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ
લેશે? કામદારોના જીવ સાથે કોઈ બેદરકારી કરવામાં આવી રહી
છે કે કેમ તે અંગે સંબંધિત વિભાગોએ તાત્કાલિક તપાસ કરવી
જરૂરી બની છે.
નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ સાયખા GIDCની VK
Pharma કંપનીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં ઘણા કામદારોએ
જીવ ગુમાવ્યા હતા. એ દુર્ઘટનાનો કડવો પાઠ હજુ લોકો ભૂલ્યા
નથી, ત્યારે હવે PIXEL કંપનીને લઈને ઊભા થયેલા સવાલો તંત્ર
માટે ચેતવણી સમાન છે. જો નિયમોનો ભંગ થતો હોય તો
જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.