🔥 TRENDING कलेक्टर शहडोल शिकायत के बाद आज दिनांक... വട്ടപ്പാറയിൽ അപകടം: ദമ്പതികൾ മരിച്ചു. આગ્રાઉમાં ગરબા રમતા યુવકો પર હુમલો: ચહ... માંડવી હાઇસ્કુલમાં સનાતન હિન્દુ શક્તિ... આજ રોજ સરસ્વતી તાલુકાના કાંસા ગામે ગ્ર... ખેડા: કુખ્યાત ભાનુ ભરવાડ ગેંગ સામે ગુજ...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સચીન GIDC પોલીસે ઓડિશાના વોન્ટેડ NDPS આરોપીને ઝડપી પાડ્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 11:50 AM 👁 14
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરના સચીન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે કેફી દ્રવ્યોની હેરાફેરીના ગુનામાં લાંબા સમયથી ફરાર ઓડિશાના વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં સચોટ બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે આરોપીને જેલભેગો કર્યો.

સુરત શહેરના સચીન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે કેફી દ્રવ્યોની હેરાફેરીના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા ઓડિશાના વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં સચોટ બાતમીના આધારે દરોડો પાડીને સચીન GIDC પોલીસે આરોપીને કોર્ડન કરી જેલભેગો કર્યો છે.

પોલીસના હાથે ઝડપાયેલા ૨૪ વર્ષીય આરોપીનું નામ મધુ જોગી સાહુ છે. આરોપી મૂળ ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લાના કન્યારીબાડી ગામનો વતની છે. તે સુરતના સચીન GIDC વિસ્તારમાં આવેલા સાંઈભુપત સોસાયટીમાં મકાન રાખીને છુપાઈને રહેતો હતો.

સચીન GIDC પોલીસ મથકમાં મધુ સાહુ સામે NDPS એક્ટની કલમો હેઠળ માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરીનો ગુનો નોંધાયેલો હતો. ગુનો નોંધાયા બાદથી જ આરોપી પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી તેને દબોચી લીધો છે અને આગળની પૂછપરછ હાથ ધરી છે.
📲Get App