🔥 TRENDING बीदर में अखिल भारतीय किसान सभा की बैठक... Vasudev Jaffer praises Rohit Sharma's... Chris Gale and Dwayne Bravo Debate 400... सप्टेंबरपासून पावसाचा खंड, भातशेती संक... મહુવર ગામે કોળી સમાજ વાડી ખાતે નિઃશુલ્... बीदर: कम गुणवत्ता वाले दूध डेयरी के खि...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સમીમાં વીજકાપથી ખેડૂતોમાં રોષનો ભડકો! GEB કચેરીએ પહોંચ્યા ખેડૂતો, ઉગ્ર આંદોલનની ચીમકી

✍️ Reporter: Atul Thakor 🗓 09 Oct 2026, 06:45 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમીમાં વીજકાપથી ખેડૂતોમાં રોષનો ભડકો! GEB કચેરીએ પહોંચ્યા ખેડૂતો, ઉગ્ર આંદોલનની ચીમકી

પાટણ જિલ્લાના સમી તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાથી ખેડૂતો અને ગ્રામજનો પરેશાન થઈ ઊઠ્યા છે. અનિયમિત વીજપુરવઠાને લઈને ખેડૂતો અને આગેવાનોએ સમી GEB કચેરીએ પહોંચીને અધિકારીઓને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી.

જ્યોતિગ્રામ યોજના છતાં વીજકાપ કેમ?

વીજળી વારંવાર બંધ થવાથી રસોઈ, ઘરકામ, પશુપાલન અને બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે. અંધારા અને મચ્છરોના ત્રાસથી પણ ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. GEB દ્વારા વધુ લોડના કારણે વીજકાપ થતો હોવાનું કારણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ કાયમી ઉકેલની સ્પષ્ટ ખાતરી ન મળતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

ઠાકોર રામસંગજી ભાવસંગજીનો સવાલ

સમી કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકોર રામસંગજી ભાવસંગજીએ જ્યોતિગ્રામ યોજના હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર વીજકાપ થતો હોવા અંગે સવાલો ઉઠાવ્યા હતા અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી.

ખેડૂતોની તંત્રને ઉગ્ર ચીમકી

ખેડૂતો અને આગેવાનોએ ચેતવણી આપી છે કે જો વીજળીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં GEB કચેરીને તાળાં મારી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

હવે જોવાનું એ રહ્યું કે વીજ વિભાગ ખેડૂતોની રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને સમી તાલુકાના લોકોને અનિયમિત વીજપુરવઠામાંથી ક્યારે મુક્તિ મળે છે.
📲Get App