🔥 ट्रेंडिंग राजस्थान ने किसानों के लिए इंदिरा गांध... केंद्रीय राज्य मंत्री व बिलासपुर सांसद... हाथरस गेट के यादव ग्राउंड में 11,000 व... ਡਾ. ਦਲਜੀਤ ਸਿੰਘ ਚੀਮਾ ਨੇ ਰੂਪਨਗਰ ਤੋਂ ਸ਼ੁਰ... डबरा में जाम में फंसे युवक की अस्पताल... बिहार में एमएलसी चुनाव से पहले एनडीए म...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોટી દુર્ઘટના ટળી: જેતપુરના નવાગઢમાં GEBના 11 KV લાઇનના 3 વીજપોલ ધરાશાયી, કલાકો સુધી રસ્તો બંધ!

મોટી દુર્ઘટના ટળી: જેતપુરના નવાગઢમાં GEBના 11 KV લાઇનના 3 વીજપોલ ધરાશાયી, કલાકો સુધી રસ્તો બંધ!

✍️ रिपोर्टर: Chauhan sanjaybhai 🗓 03 जुल. 2026, 03:40 PM 👁 133
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેતપુર:
જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલી ધાર દરજી સોસાયટી કેનાલ પાસે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી છે. અહીંથી પસાર થતી GEB (જેતપુર પીજીવીસીએલ)ની 11 KV (ઇલેવન લાઇન) હાઇટેન્શન લાઇનના એક-બે નહીં પરંતુ પૂરા ૩ વીજપોલ અચાનક રોડ પર ધરાશાયી થઈ ગયા હતા.
સદનસીબે જ્યારે આ વીજપોલ પડ્યા ત્યારે ત્યાંથી કોઈ વાહન કે રાહદારી પસાર ન થઈ રહ્યું હોવાથી મોટી જાનહાનિ ટળી છે. જો કે, હાઈટેન્શન લાઇનના પોલ રસ્તાની વચ્ચોવચ પડી જતાં કલાકો સુધી આ મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વીજપોલ પડવાને કારણે સમગ્ર વિસ્તારમાં કલાકો સુધી વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
📲Get App