🔥 TRENDING સુરતમાં શ્રીજી વિસર્જન પાવન પર્વ માટે... Jharkhand on Alert as Monsoon System B... Rubella Suspect in Simdega Triggers Al... Jharkhand Consumer Court Orders Railwa... RBI reports rise in banks' regulatory... SAI ramps up logistical support for In...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામે વૃદ્ધાનું તળાવમાં ડૂબી જતાં કરુણ મોત  gariyadhar news
Local

ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામે વૃદ્ધાનું તળાવમાં ડૂબી જતાં કરુણ મોત gariyadhar news

✍️ Reporter: Makvana Jaydip 🗓 05 Aug 2026, 06:28 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામે આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આશરે 75 વર્ષીય કોળી સમાજની એક વૃદ્ધા કપડાં ધોવા માટે ગામના તળાવ પર ગયા હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ગારિયાધાર મામલતદાર શ્રી ભાવેશસિંહ ઝાલા, નાયબ મામલતદાર શ્રી જયેશભાઈ મહેતા, તાલુકા વિકાસ અધિકારી (ઇન્ચાર્જ) શ્રી રમેશભાઈ ધારિયા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજુભાઈ ભટ્ટ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી બટુકભાઈ મકવાણા સહિત વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.

તરવૈયાઓની મદદથી તળાવમાં શોધખોળ હાથ ધરી વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહ પરિવારજનોને અંતિમવિધિ માટે સોંપવામાં આવ્યો હતો.

આ દુઃખદ ઘટનાથી ગણેશગઢ ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.h
📲Get App