🔥 TRENDING The Revolutionaries release devotional... Chennai’s experimental act Sunflower T... River rafting season 2026‑27 officiall... Two arrested in Uttarakhand for submit... BJP names Ram Madhav as In‑charge of U... Haryana Rolls Out Ease‑of‑Doing‑Busine...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર નગરપાલિકામાં બોગસ બેન્ક ગેરંટી મામલે FIR અને તપાસની માંગ..
Crime

હિંમતનગર નગરપાલિકામાં બોગસ બેન્ક ગેરંટી મામલે FIR અને તપાસની માંગ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 09 Sep 2026, 03:47 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

UMA એજન્સી દ્વારા રજૂ કરાયેલ કથિત બોગસ બેન્ક ગેરંટી સંબંધિત FIR ન નોંધાવવાના મુદ્દે નગરપાલિકા અધિકારીઓ અને કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી..

હિંમતનગર નગરપાલિકામાં UMA એજન્સી દ્વારા રજૂ કરાયેલ કથિત બોગસ બેન્ક ગેરંટી મામલે ચીફ ઓફિસરને જાણ હોવા છતાં FIR ન નોંધાવવાના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ બારોટે પ્રાદેશિક કમિશનર (ગાંધીનગર ઝોન) સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

રજુઆતમાં તાત્કાલિક FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી બેન્ક દ્વારા ગેરંટીની સત્તાવાર ખરાઈ થઈને બોગસ સાબિત થતા જ જવાબદારો સામે ફોજદારી ફરિયાદ નોંધાય.

તે ઉપરાંત, ચીફ ઓફિસર તથા કારોબારી સમિતિના પદાધિકારીઓએ જાણ હોવા છતાં ફરિયાદ ન કરી અને કોના ઈશારે કાર્યવાહી અટકાવાઈ તેની તપાસની પણ માંગ કરવામાં આવી છે.

નગરપાલિકાને થયેલા આર્થિક નુકસાનની વસૂલાત માટે જવાબદાર વ્યક્તિઓ પાસેથી રકમ વસૂલ કરવા અને તમામ સંબંધિત દસ્તાવેજોની વિગતવાર તપાસ કરવાની પણ વિનંતી કરવામાં આવી છે.

જો આ માંગોનું ૭ દિવસમાં સંતોષકારક લેખિત ખુલાસો અને યોગ્ય કાર્યવાહી ન થાય તો મામલો ઉચ્ચ કક્ષાએ અને કાયદાકીય મંચ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
📲Get App