🔥 ट्रेंडिंग ਅਮਰੀਕਾ ਨੇ ਬੈਨ ਕਰ''ਤੀ ਵੀਜ਼ਾ ਫ੍ਰੀ ਐਂਟਰੀ... उपमुख्यमंत्री राजेन्द्र शुक्ल ने जयप्र... अदलहाट इब्राहिमपुर में पानी सप्लाई पर... सर्वजन कल्याण शिक्षण संस्थान को राष्ट्... જૂનાગઢ પોલીસે રાજસ્થાની ટ્રાન્સપોર્ટથી... महर्षि वाल्मीकि जयंती पर शक्तिफार्म मे...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

ખોરજ જમીન વિવાદમાં જગદીશ ઠાકોરનું FIRમાં ખોટી રીતે નામ ઉછાળાતાં કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોરના આક્રમક તેવર!

✍️ रिपोर्टर: Dhaval Pandya 🗓 26 अक्टू. 2026, 11:24 AM 👁 38
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુઓ વીડિયો… શું કહ્યું ધારાસભ્ય અમૃત ઠાકોરે? ખોરજની જમીન ઠાકોર પરિવારના બાપ-દાદાની છે. આ જમીન કોઈ IPS અધિકારીના વારસામાં આવેલી નથી કે પોલીસ કોઈને પણ ઘરેથી ઉઠાવી જાય એમના વારસામાં આ

ખોરજ જમીન વિવાદમાં જગદીશ ઠાકોરનું FIRમાં ખોટી રીતે નામ ઉછાળાતાં અમૃત ઠાકોરના આક્રમક તેવર!

જુઓ વીડિયો… શું કહ્યું ધારાસભ્ય અમૃત ઠાકોરે?

ખોરજની જમીન ઠાકોર પરિવારના બાપ-દાદાની છે. આ જમીન કોઈ IPS અધિકારીના વારસામાં આવેલી નથી કે પોલીસ કોઈને પણ ઘરેથી ઉઠાવી જાય એમના વારસામાં આવેલી...

જગદીશ ઠાકોરને ડરાવી નહીં શકો, જીગ્નેશભાઈ મેવાણીને ઝુકાવી નહીં શકો કે લાલજીભાઈ દેસાઈનો અવાજ પણ દબાવી નહીં શકો!

આખરે ગુજરાતમાં ચાલી શું રહ્યું છે?

રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે છે, કોઈની જમીન પચાવી પાડવા માટે નહીં!

સરકારે આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ કરાવવી જ પડશે.

આખરે આ જમીન પર કોની નજર છે?
કોણ આ જમીન હડપ કરવા માંગે છે?
અને કોના ઈશારે આ બધું થઈ રહ્યું છે?

અન્યાય સામે અવાજ ઉઠાવવો એ અમારો અધિકાર છે, અને આ અવાજ કોઈના દબાણથી દબાવવાનો નથી!
📲Get App