🔥 TRENDING योगी सरकार ने शुरू की स्कूटी खरीद प्रक... ఆదిలాబాద్: ఎస్పీతో కలిసి రాత్రంతా డ్యూ... લીંબડીમાં આંગણવાડી કેન્દ્ર નં-૨૦ ખાતે... Drone Delivers Mail to Remote Lahul Sp... IMD Forecasts Heavy Rain and Thunderst... HP High Court Dismisses Challenge, Aff...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જૂનાગઢ ડૉ. સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં હંગામો: કેટરિંગ સંચાલક સાથે ગાળાગાડી, બોર્ડ તોડ્યું, FIR નોંધાઈ

✍️ Reporter: Sudip Gadhiya 🗓 25 Sep 2026, 02:00 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢની ડૉ. સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. આર્ય કચોટ નામના શખ્સ અને તેના ટોળાએ હોસ્ટેલના ગેટ પર ધક્કામુક્કી કરી, બોર્ડ તોડી નાખ્યું અને કર્મચારીઓ સાથે ગાળાગાડી કરી હતી. આ મામલે કેટરિંગ સંચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ શહેર નજીક ખામધ્રોળ ખાતે આવેલી ડૉ. સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં તાજેતરમાં ભોજનની ગુણવત્તા મુદ્દે મોટો હોબાળો મચી ગયો હતો. આર્ય કચોટ નામના એક વ્યક્તિ અને તેના સાગરીતો દ્વારા મહિલા હોસ્ટેલના ગેટ પર ધક્કામુક્કી કરી બળજબરીથી પ્રવેશ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનાએ હોસ્ટેલ પરિસરમાં તંગદિલીનું વાતાવરણ સર્જ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓએ હોસ્ટેલમાં ઘૂસીને ત્યાંના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળાગાડી કરી હતી. એટલું જ નહીં, તેમણે મહિલા હોસ્ટેલનું નામ દર્શાવતું બોર્ડ પણ તોડી પાડ્યું હતું. આ કૃત્ય દ્વારા તેમણે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓની સલામતી જોખમાય તે રીતે તેમને સ્ટાફ વિરુદ્ધ ઉશ્કેરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે હોસ્ટેલના કેટરિંગ સંચાલક જીજ્ઞેશકુમાર જયંતીલાલ પટેલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદના આધારે, પોલીસે આર્ય કચોટ અને તેના અજાણ્યા સાગરીતો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૨૪, ૨૯૬(બી), ૩૨૯(૨) અને ૫૪ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.
📲Get App