🔥 ट्रेंडिंग ચાવંડ અને એભલવડ ગામેથી કુલ ૧૮ લીટર દેશ... बागपत: मेरठ हाईवे पर कार-बाइक की भीषण... नए कर लाभ से मराठी‑गुजराती फिल्मों को... मोहित शर्मा को चेन्नई सुपर किंग्स के न... हरित ज़वेरी ज्वैलर्स ने सूरत में नई फ़... बिहार ने संवेदनशील मामलों की त्वरित सु...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

eduction

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 29 सित. 2026, 10:52 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

education

બારિયા કોલેજમાં લાઇબ્રેરી સાફ-સફાઈ અભિયાન
વાય.એસ.આર્ટ્સ એન્ડ કે.એસ. શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા ખાતે તારીખ 29 સપ્ટેમ્બર 2026 ના રોજ એન.એસ એસ. વિભાગ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે લાઇબ્રેરી સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવી તથા સ્વચ્છ અને સુઘડ પર્યાવરણ જાળવવાનો સંદેશ આપવાનો હતો. કાર્યક્રમ અંતર્ગત એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓએલાયબ્રેરીના વિવિધ વિસ્તારોમાં સાફ- સફાઈ કરી તથા પુસ્તકો અને અન્ય સામગ્રીને વ્યવસ્થિત રીતે ગોઠવી હતી.
વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી અંગેની જવાબદારીને સમજીને સેવાભાવ સાથે કામગીરી કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને શિસ્ત જોવા મળી હતી.
આ કાર્યક્રમનું આયોજન એન એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ.કાળુભાઈ સરવૈયા અને ડૉ .અનિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સેવાભાવ,સામુહિક જવાબદારી અને ગાંધીજીના સ્વચ્છતા ના વિચારોને જીવનમાં ઉતારવાની પ્રેરણા મળી હતી. આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
📲Get App