🔥 TRENDING Haryana model makes NYFW debut at 19 SC orders Haryana Police to produce mu... Dhamtari: Patient Carried On Cot Acros... Congress gains Chhattisgarh minister’s... Modern Textile Training in Chhattisgar... Punjab Political Storm Erupts After Gu...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

education

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 06 Aug 2026, 05:12 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

education

વાય. એસ. આર્ટ્સ એન્ડ કે. એસ. શાહ કોમર્સ કોલેજ, દેવગઢ બારિયા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન
તા. 06/08/2026 ના રોજ વાય. એસ. આર્ટ્સ એન્ડ કે. એસ. શાહ કોમર્સ કોલેજ, દેવગઢ બારિયા અને રોજગાર કચેરી દાહોદ ના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળાનુ આયોજન થયું.વિદ્યાર્થીઓને રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. એમ. એન. ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
આ ભરતી મેળામાં શૈલેષભાઈ મેડા, પ્લેસમેન્ટ ઓફિસર (રોજગાર કચેરી, દાહોદ), જયપાલસિંહ માતૃજા (એપોલો ટાયર) તથા જાગૃતિબેન પરમાર (મારુતિ સુઝુકી, બેચરાજી) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ભરતી મેળા માં ભાગ લેનાર ઉમેદવારરો ને રોજગાર કચેરી માં નામ નોંધણી, માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન, નિવાસી તાલીમ, pm એન્ટરશિપ, અને સ્વ રોજગારની ઉપલબ્ધ તકો, ભરતી પ્રક્રિયા, ઇન્ટરવ્યૂની તૈયારી, વ્યક્તિત્વ વિકાસ અને કારકિર્દી આયોજન અંગે માર્ગદર્શન આપ્યું. ઉપસ્થિત કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા તેમજ યોગ્ય ઉમેદવારોના પ્રાથમિક ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા.
કાર્યક્રમના આયોજનમાં ડૉ. સુરેશભાઈ પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે વિદ્યાર્થીઓને પોતાની આવડત અને કૌશલ્યનો વિકાસ કરીને રોજગારની નવી તકોનો લાભ લેવા પ્રેરિત કર્યા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભરતી મેળામાં ભાગ લીધો અને વિવિધ કંપનીઓમાં કારકિર્દી અંગે ઉપયોગી માહિતી મેળવી. આ ભરતી મેળામાં કુલ 80 જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો એમાં એપોલો ટાયરમાં 15 અને મારુતિ સુઝુકીમાં 30 વિધાર્થીઓ પસંદગી પામ્યા એમ કૉલેજના કુલ 45 વિધાર્થીઓ પસંદગી પામ્યા.
અંતે કોલેજનાઅધ્યાપિકા પૂજાબેન પટેલે ઉપસ્થિત મહાનુભાવો શૈલેષભાઈ મેડા, જયપાલસિંહ માતૃજા, જાગૃતિબેન પરમાર, કાર્યક્રમના સંયોજક ડૉ. સુરેશભાઈ પટેલ, તમામ અધ્યાપકો, કંપનીના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આવા રોજગારલક્ષી કાર્યક્રમો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
📲Get App