🔥 TRENDING ગ્રીન પ્લેનેટ દ્વારા આજ રોજ વૃક્ષ બંધન... આજ રોજ અંબિકાનગર બસ સ્ટેન્ડ ખાતે ટ્રેલ... HAL and Safran sign pact to develop In... Rajasthan Agriculture Minister Kirori... કાનપુર કટરા વિસ્તારમાં તાલીમી વિમાનનું... Tiger Woods Appears Unrecognizable in...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કલેક્ટર કચેરી,હિંમતનગર ખાતે લોકસભા સાંસદ શોભનાબેન બારીયા ના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (DISHA) ની બેઠકમાં

કલેક્ટર કચેરી,હિંમતનગર ખાતે લોકસભા સાંસદ શોભનાબેન બારીયા ના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (DISHA) ની બેઠકમાં

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 19 Jul 2026, 04:45 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કલેક્ટર કચેરી,હિંમતનગર ખાતે લોકસભા સાંસદ શોભનાબેન બારીયા ના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (DISHA) ની બેઠકમાં ઉપસ્થિત રહી વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા.

બેઠક દરમિયાન જિલ્લાના વિકાસલક્ષી કાર્યો,જનહિતના પ્રશ્નો તથા યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચે તે માટે વિસ્તૃત ચર્ચા કરી વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને જનકલ્યાણને પ્રાથમિકતા આપવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ, હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા,ઇડરના ધારાસભ્યશ્રી રમણલાલ વોરા,જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ. પી.પટેલ,નગરપાલિકા પ્રમુખશ્રી,તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ,ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર,પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ અને અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App