देश
Dhition aag
Sabir haji
પોરબંદર જિલ્લાના માધવપુર ગામે રહેતા ગુલમામદ નામના એક ગરીબ વ્યક્તિના રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ભબકી ઉઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ આકસ્મિક આગની દુર્ઘટનામાં ઘરમાં રાખવામાં આવેલા ૪ મશીનો, ૨ બાઇક તેમજ ૧ જનરેટર સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે રોજનું કમાઈને ખાનારા આ ગરીબ પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર ઘરમાં ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટના દરમિયાન આગ પર કાબૂ મેળવવા અને બચાવ કામગીરી હાથ ધરવા જતાં એક વ્યક્તિનો હાથ ગંભીર રીતે દાઝી ગયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આગની આ ઘટનામાં ગુલમામદ પરિવારના રોજીરોટી કમાવવાના તમામ સાધનો અને વાહનો નાશ પામ્યા છે. આ માણસની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે અને હાલ આ ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં સરકાર અને પોરબંદર જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક પંચનામું કરીને આ ગરીબ માણસને સત્વરે આર્થિક રાહત અને નુકસાનનું વળતર આપવામાં આવે, તો તેમને મોટી મદદ મળી શકે તેમ છે. લોકો પણ પ્રશાસન પાસે અપીલ કરી રહ્યા છે કે આ ગરીબ પરિવારને સરકાર તરફથી વહેલી તકે સહાય મળે જેથી તેઓ ફરીથી પગભર થઈ શકે.