🔥 TRENDING ઉનામાં તબીબ અપહરણ અને લૂંટ: અમદાવાદથી... સુરતની સુમન હાઈસ્કૂલના 20 વિદ્યાર્થીઓ... સુરત ક્રાઈમ બ્રાંચે ૬૫ લાખની છેતરપિંડી... தாய்மாமன் தங்க மோதிரம்’ திட்டம் தொடக்க... National Award winner Manasi Parekh sa... Gujarat Giants announce retained and r...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

સાબરકાંઠા: સાબર સ્ટેડિયમમાં DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ-2026નો ભવ્ય પ્રારંભ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Sep 2026, 10:30 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના ભોલેશ્વર-પરબડા ખાતે આવેલા સાબર સ્ટેડિયમમાં DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ-2026 સ્પર્ધાનો પ્રારંભ થયો છે. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 22 ટીમોના 450 પોલીસ જવાનો ભાગ લઈ રહ્યા છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર નજીક ભોલેશ્વર-પરબડા સ્થિત સાબર સ્ટેડિયમ ખાતે DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ-2026 સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી કુલ 22 ટીમો ભાગ લઈ રહી છે,જેમાં અંદાજે 450 જેટલા પોલીસ જવાનો પોતાની રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કરશે.આ સ્પર્ધા પોલીસ દળના જવાનોમાં રમતગમત પ્રત્યેની રુચિ કેળવવા, તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા તેમજ પરસ્પર સૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરવાના ઉમદા હેતુથી આયોજિત કરવામાં આવી છે.ખેલાડીઓ એથ્લેટિક્સ અને સાયક્લિંગ જેવી રમતોમાં પોતાની કુશળતા અને ક્ષમતા દર્શાવશે.

DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ-2026નું આયોજન પોલીસ વિભાગની રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રકારના કાર્યક્રમો પોલીસ કર્મીઓના મનોબળને ઉચ્ચ રાખવામાં અને તેમને રોજિંદા કાર્યોમાંથી એક અલગ રાહત પૂરી પાડવામાં મદદરૂપ થાય છે.સ્પર્ધા દરમિયાન ખેલાડીઓમાં ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના જોવા મળી રહી છે.
📲Get App