🔥 TRENDING वार्ड 52 से जिला परिषद सदस्य के टिकट क... हाथरस को मिली 2 नई ट्रेनों की सौगात, स... कोलकाता जोगबनी एक्सप्रेस में यात्री के... 16-मयेम विधानसभा क्षेत्र में नए और छूट... सुमेरपुर के बाबा गांव में घायल नीलगाय... ભરૂચના ઝઘડિયા ખાતે બાબા ગોર સ્થળે ચશ્મ...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

જૂનાગઢ પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન કટારીયાએ DGP કપમાં ૩,૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં ગોલ્ડ મેડલ જીતી ગૌરવ વધાર્યું

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 08 Oct 2026, 07:40 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન પરસોતમભાઈ કટારીયાએ DGP કપની ૩,૦૦૦ મીટર સ્ટીપલચેઝ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી પોલીસ વિભાગનું નામ રોશન કર્યું છે.

જૂનાગઢ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન પરસોતમભાઈ કટારીયાએ ‘DGP CUP’ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી જિલ્લા પોલીસનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે.

DGP CUP અંતર્ગત યોજાયેલી ૩,૦૦૦ મીટર સ્ટીપલચેઝ જેવી કઠિન અને પડકારજનક દોડ સ્પર્ધામાં શિલ્પાબેન કટારીયાએ ઉત્કૃષ્ટ રમતગમત કૌશલ્ય અને દૃઢ મનોબળનું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

આ સિદ્ધિ બદલ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) દ્વારા શિલ્પાબેન કટારીયાને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. તેમની આ સિદ્ધિથી જૂનાગઢ જિલ્લા પોલીસ પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.

પોલીસ ફરજ સાથે રમતગમત ક્ષેત્રે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શિલ્પાબેન કટારીયાએ અન્ય પોલીસ કર્મચારીઓ તથા યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
📲Get App