🔥 TRENDING May Gururaj’s Retired Life Be Happy an... Massive Farmers’ Protest in Jalahalli... Brahmapur Sadar PS Intensifies Crackdo... ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે બસ અને... हजारीबाग में विशेष अभियान: नो पार्किंग... स्मार्ट मीटर: रिचार्ज के बावजूद पटनावा...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

સાબરકાંઠાના-: હિંમતનગરમાં DGP કપ સાયક્લિંગ સ્પર્ધા: પોલીસ અધિકારીઓ અને ખેલાડીઓએ બતાવ્યું દમ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 30 Sep 2026, 07:24 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ-2026 અંતર્ગત યોજાયેલી 40 કિમી મેન્સ અને 30 કિમી વુમન્સ સાયક્લિંગ સ્પર્ધામાં ગુજરાત પોલીસના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં સાબરકાંઠા પોલીસના યજમાનપદે DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ–2026 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.આ સ્પર્ધા અંતર્ગત 40 કિલોમીટર મેન્સ સાયક્લિંગ અને 30 કિલોમીટર વુમન્સ સાયક્લિંગ રેસ યોજાઈ હતી,જેમાં ગુજરાત પોલીસના વિવિધ એકમોના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ પોતાની શાનદાર સ્પીડ, સ્ટેમિના અને ખેલભાવનાનું પ્રદર્શન કર્યું..

આ પ્રસંગે DIG દીપક મેઘાણી,IPS ઓમ પ્રકાશ જાટ,IPS વલય વૈદ્ય સહિત અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પણ સાયક્લિંગમાં ભાગ લઈને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વરિષ્ઠ અધિકારીઓની આ સક્રિય ભાગીદારીએ સમગ્ર સ્પર્ધામાં એક વિશેષ ઊર્જા અને ઉમંગનો માહોલ સર્જ્યો હતો.આ સ્પર્ધા ફિટનેસ,શિસ્ત,સહનશક્તિ અને ટીમ સ્પિરિટ જેવા ગુણોને પ્રોત્સાહન આપવા માટે યોજાઈ હતી.વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા,જ્યારે તમામ સ્પર્ધકોને તેમની ઉત્તમ રમતિયાળ ભાવના બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ આયોજન 'ફિટ ફોર્સ • સ્ટ્રોંગ ગુજરાત'ના સંદેશને વધુ મજબૂત બનાવે છે.
📲Get App