🔥 ट्रेंडिंग ભચાઉના સામખિયાળી નજીક સ્ક્રેપ યાર્ડમાં... ప్రోటోకాల్ ఏది.. మాపై దాడి చేస్తే బాధ్... रिमपी रानी के नेतृत्व में अध्यक्ष पद क... BJP Protests Omar Govt’s Statehood Res... UPSRTC की साप्ताहिक समीक्षा बैठक में स... CCI ద్వారా కొనుగోళ్లు జరిగేలా చర్యలు త...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खेल

હિંમતનગર DGP કપ-2026 સાયકલિંગ સ્પર્ધા: અમદાવાદના મહેશ વાઘેલા અને ગાંધીનગરના દિપાલી ધોળકિયા ચેમ્પિયન

✍️ रिपोर्टर: Zala axaratirthsinh 🗓 30 सित. 2026, 03:52 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં સાબરકાંઠા પોલીસ દ્વારા આયોજિત DGP કપ-2026 સાયકલિંગ સ્પર્ધામાં પુરુષોમાં અમદાવાદના મહેશ વાઘેલા અને મહિલાઓમાં ગાંધીનગર રેંજના દિપાલી ધોળકિયાએ પ્રથમ સ્થાન મેળવ્યું.

હિંમતનગર: સાબરકાંઠા પોલીસના યજમાનપદે હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમિયાન ‘DGP CUP એથ્લેટિક્સ એન્ડ સાયકલિંગ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અંતર્ગત યોજાયેલી સાયકલિંગ ઈવેન્ટમાં રાજ્યભરના પોલીસકર્મીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની શારીરિક સક્ષમતા અને રમતગમતના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

હિંમતનગર બાયપાસ રોડ પર વોટર વિલે પાસેથી પુરુષ અને મહિલા સ્પર્ધકો માટે સાયકલિંગ સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો. પુરુષો માટે ૪૦ કિલોમીટર અને મહિલાઓ માટે ૩૦ કિલોમીટરનું અંતર નક્કી કરાયું હતું. પુરુષ વિભાગમાં અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર ત્રિભુવનભાઈ વાઘેલાએ ૪૦ કિમીનું અંતર માત્ર ૧ કલાક ૧૬ મિનિટ અને ૫૮ સેકન્ડમાં પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવ્યું. IB બોર્ડરના એમ.જે. આહીર બીજા અને GIFGIPCFના જયદીપ જોશી ત્રીજા ક્રમે રહ્યા હતા.

મહેશ વાઘેલા અગાઉ ખેડા DGP CUPમાં દ્વિતીય આવી ચૂક્યા છે અને સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ૪,૨૫૦ કિમીની સાયકલ યાત્રા ૧૬ દિવસમાં પૂર્ણ કરવાનો વિક્રમ પણ ધરાવે છે. મહિલા વિભાગમાં ગાંધીનગર રેંજના કોન્સ્ટેબલ દિપાલી પ્રવીણભાઈ ધોળકિયાએ ૩૦ કિમીનું અંતર ૧ કલાક ૨૦ મિનિટ અને ૨૨ સેકન્ડમાં કાપી પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો. ભાવનગર રેંજના દક્ષાબેન દેવાયતભાઈ દ્વિતીય અને પંચમહાલ-ગોધરા રેંજના ઉર્મિલાબેન કલાભાઈ તૃતીય ક્રમે રહ્યા હતા.

સાબરકાંઠા એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની દેખરેખ હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં ખેલાડીઓ માટે તમામ જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થા કરવામાં આવી હતી. સહભાગી પોલીસકર્મીઓએ સુંદર આયોજન અને મળેલા સહયોગની પ્રશંસા કરી હતી, જે પોલીસ જવાનોની ફિટનેસ અને સાહસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
📲Get App