Crime
સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ દ્વારા DGFT-ICEGATE પોર્ટલ પર બનાવટી DSC કૌભાંડનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો
સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસે વિદેશી એક્સપોર્ટ માટે RoDTEP યોજનાનો લાભ લેવા બનાવટી ડિજિટલ સહી પ્રમાણપત્ર (DSC) બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કેસમાં ઉત્તરપ્રદેશના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસે વિદેશમાં ચીજવસ્તુઓ એક્સપોર્ટ કરવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ હેઠળ ભારત સરકારની DGFT અને ICEGATE પોર્ટલ પરની RoDTEP યોજનાનો લાભ મેળવવા માટે બનાવટી ડિજિટલ સહી પ્રમાણપત્ર (DSC) તૈયાર કરવામાં આવતા હતા. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ઈ-મેઈલ આઈડી, મોબાઈલ નંબર અને વિવિધ કંપનીઓના નામના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને બનાવટી DSC તૈયાર કરતા હતા. સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન શંકાસ્પદ વિગતો મળતા પોલીસે ટેકનિકલ પુરાવાના આધારે કાર્યવાહી કરી હતી.
પોલીસે IP, IMEI અને મોબાઈલ નંબર સહિતની ટેકનિકલ વિગતોનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કર્યું. I4C અને CEIR પોર્ટલની મદદથી તપાસને આગળ વધારવામાં આવી. આ ટેકનિકલ તપાસના આધારે પોલીસ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર અને દિલ્હીના રહેવાસી સચિન સુનીલકુમાર ગર્ગ સુધી પહોંચી શકી અને તેને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો.
ઝડપાયેલા આરોપી સચિન સુનીલકુમાર ગર્ગ વિરુદ્ધ અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. જેમાં રાજસ્થાનના બાડમેર અને ગુજરાતના મોરબી જિલ્લાના મોરબી તથા વાંકાનેર પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે. પોલીસે આ જૂના ગુનાઓની વિગતો પણ હાલ ચાલી રહેલી તપાસમાં સામેલ કરી છે.
હાલમાં, સાયબર ક્રાઈમ પોલીસ સમગ્ર બનાવટી DSC નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સઘન તપાસ ચલાવી રહી છે. આરોપી સાથે સંકળાયેલા અન્ય લોકો, બનાવટી દસ્તાવેજો ક્યાંથી મેળવવામાં આવતા હતા અને ICEGATE-RoDTEP પ્રક્રિયામાં તેનો કેટલા પ્રમાણમાં ઉપયોગ થયો હતો તે અંગેની તપાસ ચાલી રહી છે. આ કેસમાં આગામી દિવસોમાં વધુ આરોપીઓની ધરપકડ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.