🔥 TRENDING Delhi records 98 dengue cases in first... Delhi Police Equip Officers with Bodyc... Delhi to Enforce New GRAP Rules Across... Supreme Court Reaches Punjab Govt Over... Police Recover Gold‑Like Jewellery in... Mother Strangles One-Day-Old Baby at A...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી યુવકે ઝંપલાવ્યો, સ્થાનિકોએ માંગી સુરક્ષા જાળી વધારવાની

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 06 Oct 2026, 04:10 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી અજાણ્યા ૩૦ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. સ્થાનિકો દ્વારા ઓવરબ્રિજ પર સુરક્ષા જાળીની ઊંચાઈ વધારવાની અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી અજાણ્યા ૩૦ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર નીચે ઝંપલાવતાં સનસનાટી મચી ગઈ છે. ચાલુ ટ્રાફિક વચ્ચે બનેલી આ ઘટનાની જાણ થતાં જ રામોલ અને ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, બ્રિજ પર સુરક્ષા જાળી ટૂંકી હોવાથી અગાઉ પણ દસથી વધુ બનાવો બની ચૂક્યા છે અને એક જ સપ્તાહમાં આ બીજી ઘટના સામે આવી છે. આવી ગંભીર દુર્ઘટનાઓ અટકાવવા માટે ઓવરબ્રિજ પર સુરક્ષા જાળીની ઊંચાઈ વધારવાની અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવાની સ્થાનિકો દ્વારા કડક માંગ કરવામાં આવી રહી છે.
📲Get App