🔥 TRENDING Breast Cancer Survivor Celebrates Seve... शनिवार को निवाई में कवि सम्मेलन में कव... 150 Kuki Militants Vanish from Manipur... NPP Appoints Sangma, Kikon to Lead Man... Manipur Residents Stage 'Sound Protest... ₹25 Lakh Stolen From Doctor's Bedroom...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અકલાચા. આયુષ્માન. આરોગ્ય મંદિર નું C.M. દ્વારા લોકાર્પણ

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 25 Oct 2026, 07:30 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
📰 પ્રેસનોટ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રૂદન

આયુષ્માન આરોગ્ય મંદિર, અકલાચાના નવીન મકાનનું ઈ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મામલતદારશ્રી, મહેમદાબાદ તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી રાણા સાહેબ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂદનના મેડિકલ ઓફિસરશ્રી, તાલુકા સદસ્યશ્રી, સરપંચશ્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગામના રિટાયર્ડ શિક્ષક મણીભાઈ ડાહ્યાભાઈ પટેલ દ્વારા વોટર કુલર દાતાશ્રી ધારા આપવામાં આયુ..

આરોગ્ય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ તેમના ઘરઆંગણે ઉપલબ્ધ થાય તે હેતુથી આ નવીન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આરોગ્ય સેવાઓના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને ગ્રામજનોને સરકારી આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.

આયુષ્માન આરોગ્ય મંદિર અકલાચા દ્વારા ગ્રામજનોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
📲Get App